Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 299
________________ પરિણતિના માધ્યમથી પૂર્ણ પરિણતિ પ્રગટ થશે અને પર્યાયદષ્ટિએ પણ ત્યારે તું પૂર્ણપણે કૃતકૃત્ય થઈશ. પરમાત્મા :- વત્સ ! છેલ્લી એક વાત સાંભળી લે. ત્રણેય કાળમાં, *ત્રણ લોકમાં, ચૌદ રાજલોકમાં, નિસર્ગની મહાસત્તા ઉપર પણ મારું અમોઘ અને અપ્રતિહત વર્ચસ્વ રહેલું છે. અને મારી હૃદયવેદિકા ઉપર એક જ શાશ્વત લેખ કોતરાયેલ છે કે “સર્વેષાં ગુમ મા ! સર્વેષાં શિવમસ્તુ, ન્યામ | સર્વેષ શ્રેય મરતું ! હિતમેવ સમ્પધામ ” સર્વ જીવો પ્રત્યે સમાન રીતે મારી કરુણા સર્વદા વરસી રહી છે. કયારેય પણ તું મૂંઝાય ત્યારે કૃતજ્ઞભાવે તું મારી આ સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવી શાશ્વત આંતર ભાવનાનો પાવન સ્પર્શ કરજે. તારી તમામ મૂંઝવણ દૂર થશે. તારી પડતી વૃત્તિ સ્થિર થશે. આત્મકલ્યાણનો આગળનો માર્ગ તારી નજર સમક્ષ આપમેળે ઉઘડતો જશે. ઉચ્ચતમ આત્મમાર્ગે ચાલવાનું, દોડવાનું, ઝડપથી ઉડવાનું સ્વયંભૂ અખૂટ સામર્થ્ય અને સમજણ સ્વતઃ પ્રગટ થશે. પછી તું જીવનમુક્ત બની જઈશ. અનેક આત્માર્થી માટે સાચો મોક્ષમાર્ગદર્શક બની જઈશ. આગળ વધતાં તું સ્વયં મુક્તિધામ બની જઈશ. તને દેખાડેલા ગૂઢ છતાં ખુલ્લા માર્ગે વત્સ ! હિંમતપૂર્વક ચાલ્યો જા. આગળ વધે જ જા. મારા મંગલ આશિષ તારું કાયમી પીઠબળ બની રહેશે. પ્રતિપળ સાવધાનીપૂર્વક આત્મઝંખનાથી, નિતાંત આત્મકલ્યાણની તમન્નાથી ઝંપલાવ. સિદ્ધિ હાથવેંતમાં છે. આત્મસ્વભાવમાં ઠરવાનો ખુલ્લો માર્ગ તને મળેલ છે. ઉજળી ભવિતવ્યતા, કુશળ કર્મોદય, કાળપરિપાક વગેરેના પ્રભાવે સારામાં સારી તક વર્તમાનમાં આવેલ છે. પ્રલોભનવશ બનીને જરાય આ મોકો ગુમાવતો નહિ. આ અમૂલ્ય અવસર એળે જવા નહિ જ દેતો. આ મારી તને અંતિમ હિતશિક્ષા છે, આખરી ઉજ્જવળ સંદેશ છે. * મૂક્વાયરાનમાઈન્ચે પ્રતિબદે ! (ત્રિદશના પુરુષ-શશ?) *. भगवतः सर्वेष्यपि जीवेषु अविशेषेण कृपालुत्वात् कृपाऽस्त्येव । (તેજસ્તુતિવર્તુવિરતિવૃત્તિ-૬/?) ૦ સિનામવ માવતાં મહામુનીનાં સર્વાનુમ્રપરા અનુ .... (ષોડશ. શરૂ/ વૃત્તિ) ૨૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324