Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 301
________________ ૦ આત્મધૂન છે આત્મરુચિ કેળવવી છે, મારે આત્મરુચિ કેળવવી છે; પુદ્ગલરુચિ તોડીને મારે આત્મરુચિ કેળવવી છે. (૧) આત્મજગતમાં રહેવું છે , મારે આત્મજગતમાં રહેવું છે; દેહેન્દ્રિયમનોજગત છોડીને, આત્મજગતમાં રહેવું છે. (૨) આત્માનુભવ કરવો છે, મારે આત્માનુભવ કરવો છે; શબ્દબ્રહ્મના આલંબનથી, આત્માનુભવ કરવો છે. (૩) આત્મજ્યોતિમાં ભળવું છે, મારે આત્મજ્યોતિમાં ભળવું છે; ભેદજ્ઞાનની ધારાથી મારે આત્મજ્યોતિમાં ભળવું છે. (૪) સમતાધારી બનવું છે. મારે સમતાધારી બનવું છે; વિષમતાઓ દૂર કરીને, સમતાધારી બનવું છે. (૫) આત્મસ્વભાવમાં રમવું છે, મારે આત્મસ્વભાવમાં રમવું છે; કુવિકલ્પો દૂર કરીને, આત્મસ્વભાવમાં રમવું છે. (૬) આત્મસ્વરૂપમાં ઠરવું છે, મારે આત્મસ્વરૂપમાં ઠરવું છે; મલિન વાસના દૂર કરીને, આત્મસ્વરૂપમાં ઠરવું છે. (૭) આત્મરમણતા માણવી છે, મારે આત્મરમણતા માણવી છે; દેહરમણતા દૂર કરીને, આત્મરમણતા માણવી છે. (૮) સ્વભાવસ્થિરતા કરવી છે, મારે સ્વભાવસ્થિરતા કરવી છે; વિભાવસ્થિરતા દૂર કરીને, સ્વભાવસ્થિરતા કરવી છે. (૯) વીતરાગતા મેળવવી છે, મારે વીતરાગતા મેળવવી છે, કામરાગને દૂર કરીને, વીતરાગતા મેળવવી છે. (૧૦) આત્મદ્રવ્યમાં રમવું છે, મારે આત્મદ્રવ્યમાં રમવું છે; મલિન પર્યાય દૂર કરીને, આત્મદ્રવ્યમાં રમવું છે. (૧૧) આત્મમગનતા કરવી છે, મારે આત્મમગનતા કરવી છે; શબ્દમગનતા દૂર કરીને, આત્મમગનતા કરવી છે. (૧૨) જિનસ્વરૂપી બનવું છે, મારે જિનસ્વરૂપી બનવું છે; નિજસ્વરૂપમાં સ્થિર થઈને, જિનસ્વરૂપી બનવું છે. (૧૩) શિવસ્વરૂપી બનવું છે, મારે શિવસ્વરૂપી બનવું છે; પરબ્રહ્મમાં લીન બનીને, શિવસ્વરૂપી બનવું છે. (૧૪) અનામીસ્વરૂપમાં ઠરવું છે, અનામીસ્વરૂપમાં ઠરવું છે; યશકીર્તિને દૂર કરીને, અનામીસ્વરૂપમાં ઠરવું છે. (૧૫) ૨૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324