Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 297
________________ વાંક બાહ્ય વાતાવરણનો નથી, તારી કમજોરીનો છે. આ લક્ષ રાખવા પૂર્વક ભોગવિલાસી વાતાવરણ, કુસંગ વગેરેનો ત્યાગ કરવામાં જરા પણ આળસ કે કંટાળો આવવો ના જોઈએ. એ રીતે જ તાત્ત્વિક દ્રવ્યદૃષ્ટિનું, શુદ્ધ નિશ્ચયનયનું પરિણમન શક્ય છે.આ રાજમાર્ગ છે, ઉત્સર્ગમાર્ગ છે. ચિત્તપ્રસન્નતા અને આત્માનુભૂતિ પણ આ રીતે શુદ્ધ વ્યવહારમાર્ગની વિવેકસભર આચારચુસ્તતા થકી જ સંપ્રાપ્ત થઈ શકે. અને તે જ નિર્ભ્રાન્ત હોય. કેવો રૂડો અનુપમ નિશ્ચય-વ્યવહારમય અભ્રાન્ત મોક્ષમાર્ગ તને મળેલ છે. બસ એના પ્રેમમાં-અહોભાવમાં-સમર્પણ ભાવમાં ડૂબી જા. વિષમ દુષમકાળ, અસામર્થ્ય વગેરે કારણે પહોંચાય ભલે મોડું. પણ સમજવું તો પૂરેપૂરું. આંતરપરિણતિથી જ મોક્ષમાર્ગને સમજવો, જ્વલંત શ્રદ્ધાથી, તીવ્ર રુચિથી અને હાર્દિક ભાવનાથી જ પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન શક્તિ છૂપાવ્યા વિના કરજે. આત્મોત્થાનના આ માર્ગની યાત્રા કરતા સહુ સમારાધકો પ્રત્યે અમીનજ૨ અને વાત્સલ્યસભર હૈયું બનાવી લે. પછી મોહની મલિનતાને ઉભા રહેવા કોઈ સ્થાન જ નહિ મળે. આવું બને તો જ તાત્ત્વિક ધ્યાનપંથે, અસંગ-સાક્ષીભાવ-જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનાના માર્ગે અભ્રાન્ત રીતે ચાલવાનું સામર્થ્ય મેળવીને શુદ્ધ ભાવની, આગળ વધીને પૂર્ણ ભાવની સ્પર્શના કરી શકીશ. પરંતુ વત્સ ! પોતાની પરિણતિ-દષ્ટિ-ઉપયોગને પોતાના ચિદાનંદમય સ્વભાવમાં જોડવાના બદલે શરીર, ઈન્દ્રિય, મન, કર્મોદય, વિભાવ પરિણામો, સંકલ્પ-વિકલ્પોમાં જોડીને, રુચિપૂર્વક લાંબો સમય સુધી તેમાં જ સ્થાપીને અત્યાર સુધી ચેતનાશક્તિનો જીવે દુરુપયોગ જ કરેલ છે. તેનું જ પરિણામ મલિન પર્યાયદશા વગેરે છે. ઉપયોગ અને અંતરંગ પરિણતિને જોડવાનું સાચું સ્થાન તો કેવલ ચિદાનંદમય આત્મસ્વભાવ જ છે. અસંગ જ્ઞાનસ્વભાવમાં દૃષ્ટિ સ્થિર કરતાં જ પરિણામ આપમેળે શુદ્ધ થવા માંડે છે. સાનુબંધ કર્મનિર્જરા કરવા માટે, જ્ઞાતા-દષ્ટાભાવાદિ દ્વારા શુદ્ધ ભાવમાં અભ્રાન્ત રીતે રહેવાનું અનભ્યાસના લીધે શક્ય ન બને તો ‘શુદ્ધ ભાવમાં જ મારે ઠરવાનું છે' એવું આંતર-પરિણતિમાં લક્ષ રાખી, ‘મારે ક્ષમા, નમ્રતા, સરળતા કેળવવી છે. કામવાસના કાઢવી છે' એવા સૂક્ષ્મ શુભ ભાવોમાં અને ‘મારે સ્વાધ્યાય-તપ-ત્યાગ કરવો છે’ એવા સ્થૂલ શુભ ભાવોમાં જોડાઇને अशुद्धापि हि शुद्धायाः, क्रियाहेतुः सदाशयात् । તામ્ર રસાનુવેઘેન, 'સ્વર્ગત્વમધિયતિ ।। (અધ્યાત્મસાર ૨/૧૬) ૨૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324