Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 296
________________ ભાંગી જાય કાં ભાર પડી જાય. યોગ્યતા વિના અહીં પણ આવું થાય છે. બ્રહ્મચર્ય દ્વારા ઈન્દ્રિયજય, સહનશીલતા-સમતા દ્વારા કષાયવિજય, તપત્યાગ દ્વારા રસવિજય, કાયોત્સર્ગ દ્વારા દેહાધ્યાસત્યાગ વગેરે કરવાની પણ જેની ક્ષમતા ન હોય અને વિષય-કષાયમાં તણાયે જ રાખે તેવો જીવ હોઠથી જ્ઞાતા-દષ્ટાભાવની વાતો કરે તો તે વાસ્તવમાં મોક્ષમાર્ગથી ભ્રષ્ટ જ થાય છે. એમાં કોઈ શંકા નથી. માટે આત્મરુચિના બળથી તારી પાત્રતા વિકસાવવા માટે કટિબદ્ધ રહેજે. ગિરનાર, આબુ કે હિમાલયની ટોચ દેખાય ત્યારે પોતે ત્યાં પહોંચાડનારી વાંકી-ચૂકી કેડી વગેરે જે માર્ગે ચાલતો હોય તેને છોડી સીધે સીધો પર્વતની ટોચ ઉપર જવા માટે પ્રયત્ન કરે તો તે યાત્રી મોટી તોતીંગ શીલા પાસે અટકી જાય કાં ખીણમાં લપસી પડે અને હાડકાં ભાંગી જાય. તેથી ટોચ ઉપર પહોચવાનું લક્ષ રાખનારે, નક્કી કરેલા વાંકા-ચૂકા માર્ગે જ ચાલવું પડે. તો જ તે સલામત રીતે શિખરે પહોંચી શકે. તેમ પૂર્ણ-શુદ્ધ ચૈતન્યમાં સ્થિરતા કરવા ઝંખનારે પણ નક્કી કરેલા ત્યાગ-વૈરાગ્ય-વિવેક-ઉપશમસ્વાધ્યાય-વિરતિ-ભક્તિમય માર્ગે આત્મલક્ષપૂર્વક ચાલવાનું ચૂકવું ન જોઈએ. -ત્યાગ-વૈરાગ્યમય વ્યવહાર માર્ગે ચાલવાની તૈયારી કર્યા વિના શુદ્ધ નિશ્ચયને જ પહેલેથી જ પકડવા જનાર વ્યક્તિ તો તળાવ તરવા માટે અસમર્થ હોવા છતાં બે હાથથી દરિયો તરવા ઇચ્છનાર વ્યક્તિતુલ્ય છે. એમ સમજજે. તથા નબળું વાતાવરણ, ખરાબ નિમિત્તો, કુમિત્ર, કુસંગ, ભોગવિલાસના સ્થળો, ફેશન, વ્યસન વગેરેથી દૂર રહેવાનું હાર્દિક વલણ કેળવવું પણ જરૂરી છે. તેનો ત્યાગ એટલા માટે નથી કરવાનો કે તે તારું અહિત કે નુકશાન કરનારા છે. પરંતુ તારી કમજોરી, નબળાઈ,જાગૃતિની ઓછાશ, સપુરુષાર્થની મંદતા, “આત્મામાં જ સુખ છે એવી શ્રદ્ધાની નાજુકતા, “મારે મારા બંધાયેલા આત્માને છોડાવવો જ છે એવા આત્મોત્સાહની અલ્પતા, સુખશીલ-વૃત્તિ, પુદ્ગલરુચિ, વેદોદયજન્ય કે રતિમોહનીયજન્ય કે શતાવેદનીયજન્ય કે પ્રસિદ્ધિચાહનાજન્ય સુખ મેળવવાની અધીરાઈ વગેરેના કારણે તે વિભાવદશામાં લપસી ન જાય માટે તેનો ત્યાગ કરવાનો છે. A. વ્યવહારવિનિતિો, જો જ્ઞીપ્તતિ વિનિયમ્ | સારતરશp:, સા સા તિતીતિ || (અધ્યાત્મસાર ૧૮૬) ૨૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324