Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 275
________________ જુદો જ છે. તમામ પર્યાયથી ભિન્ન અસંગ અખંડ અવિનાશી કર્યાતીત આત્મદ્રવ્ય એ જ તું છો' એમ શુદ્ધ દ્રવ્યષ્ટિ ઉપર જોર આપવામાં આવે છે. આમાં એકાંતવાદી બનવાની કે મિથ્યાત્વ વળગી જવાની કોઈ જ શકયતા નથી. કારણ કે પારમાર્થિક પ્રયોજનને લક્ષમાં રાખીને દરેક સુનયને પોતાના વિષયની પ્રધાનતા-મુખ્યતા બતાવવાની સ્વતંત્રતા છે, છૂટ છે. આ વાત સર્વજ્ઞમાન્ય છે. અનાદિ કાળથી જીવને આંતરષ્ટિ મળી નહિ. આંતરષ્ટિ મળી તો પણ કર્મપ્રધાન બની, આત્મપ્રધાન ના બની. આત્મદૃષ્ટિ આવી તો પણ પર્યાયપ્રધાન બની ગઈ, શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર લક્ષ ન ગયું. કદાચ દ્રવ્યદૃષ્ટિ સાંભળી, વાંચી તો ય સમજાઈ નહિ. કદાચ દ્રવ્યદૃષ્ટિ સમજાઈ તો પકડાઈ નહિ, પરિણમી નહિ. દરેક પ્રસંગમાં પ્રતિક્ષણ વિશુદ્ધ આત્મદ્રવ્યના પ્રગટીકરણની દૃષ્ટિ આવી નહિ. આ જીવ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે પરિણમ્યો નહિ. તેથી ભવભ્રમણ ભાંગ્યું નહિ. જીવની પર્યાયદૃષ્ટિ છોડાવીને દ્રવ્યદૃષ્ટિ પરિણમાવવા માટે અહીં બતાવેલ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિસ્વરૂપ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ પણ અનેકાન્તસ્વરૂપ જ છે- આ વાત તું ભૂલતો નહિ. - પારમાર્થિક પ્રયોજન સાથે સંકળાયેલા દરેક સુનયો અનેકાન્તવાદને વ્યાપીને જ રહેલા છે. આ વાતને તું ભૂલતો નહિ. આ બાબત લક્ષ્યમાં હશે, તેના દૃઢ સંસ્કાર જીવતા-જાગતા હશે તો જ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ દ્વારા વાસ્તવિક સ્યાદ્વાદની સાચી સમજણ આવશે. કયારે, ક્યાં, કયા દૃષ્ટિકોણથી, કેવા પ્રયોજનથી, કેવી રીતે, હૃદયના કેવા ભાવથી, કયા નય ઉપર કેટલો ભાર આપવો ? તેનો સમ્યક્ નિર્ણય કરીને તે મુજબ સહજ રીતે પોતાના ઉપયોગનું પ્રવર્તન થવા દેવું, ચેતનાનું પરિણમન થવા દેવું એ જ તો મૂળ વાત છે. માટે એકલી નિશ્ચય નયની પ્રસ્તુત વાત તને તારી વર્તમાન દશામાં અશ્રદ્ધેય, અશુદ્ધ કે કાલ્પનિક લાગતી હોય તો પણ स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च मिथ्यात्वाऽप्रयोजकत्वात् । (नयरहस्य पृ. १२) છે. કોરેવત્વનુપ, યથા દ્વિત્ય ન ગતિ । નર્યાતધિયાપ્લેવમનેમન્તોન ગતિ ।। (અધ્યાત્મોપનિષત્ શરૂર) 4. अनेकान्तव्यापकत्वादिप्रतिसन्धानाऽऽहितवासनावतामेव तादृशबोधसम्भवात् । तदन्येषां तु द्रव्यसम्यक्त्वेनैव ज्ञानसद्भावव्यवस्थिते: ।। (ज्ञानबिन्दु ) स्वरूपतोऽशुद्धत्वेऽपि फलतः शुद्धत्वं सर्वेषां नयवादानां स्याद्वादव्युत्पादकतयेत्यर्वाग्दशायां सर्वथा तदाश्रयणं न्याय्यमिति परमार्थ: । ( तत्त्वार्थ- १।३५ - महो. यशोविजयवृत्ति) + ૨૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324