Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ કર્તા-ભોક્તા નથી’ - એવા અનુસન્માન સાથે આજ્ઞાનુસાર શુભમાં પ્રવર્તતા અને અશુભથી નિર્વતતા વચનયોગમાં જ્ઞાતા-દૃષ્ટાભાવ પકડાઈ રહેવો એ છે મોક્ષપુરુષાર્થ. ‘રાગાદિ મારું સ્વરૂપ નથી’- એવા સ્મરણ વિના ‘મારે રાગાદિ નથી કરવા’ એવો ભાવ તે ધર્મપુરુષાર્થ, તથા ‘મારા ચૈતન્યપટમાં કર્મવશ ઉત્પન્ન થતા રાગાદિ મારું સ્વરૂપ નથી. તેને અને મારે કાંઈ લેવા-દેવા નથી.’ એવા અસંગ સાક્ષીભાવમાં ઠરી ઉદયમાન રાગાદિનો ક્ષય કરવો તે છે મોક્ષયોજક યોગપુરુષાર્થ-મોક્ષપુરુષાર્થ. પોતાના નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપના ખ્યાલ વિના ‘મારે આડા-અવળા સંકલ્પ-વિક્લ્પ નથી કરવા' આ ભાવ ધર્મપુરુષાર્થરૂપ બને. ‘કર્મોદયથી કે જાગૃતિની કચાશ વગેરેથી ઉત્પન્ન થતા ગમે તેવા ઉત્કૃષ્ટ શુભ-અશુભ સંકલ્પ-વિકલ્પ પણ મારું સ્વરૂપ નથી જ. હું તો તેનો અસંગ સાક્ષીમાત્ર છું'- આ રીતે વિકલ્પદશાને નિર્મૂળ કરવાનો અંતરંગ પ્રયત્ન તે મોક્ષપુરુષાર્થ. સૂક્ષ્મ વિભાવપરિણામો, વિકલ્પો ઊભા થવા છતાં તેને વળગવાના બદલે અસંગ આત્માને પકડી રાખવો એ જ જ્ઞાનદશા છે. પૂર્વસંસ્કારવશ કર્મજન્ય રાગાદિ વિભાવ પરિણામોને અનુભવવા છતાં અને વિકલ્પોને વેઠવા છતાં વિભાવ દશાને – વિકલ્પદશાને નિજસ્વરૂપના અનુસંધાન દ્વારા ક્ષીણ કરવી, નિર્મૂળ કરવી એ જ તો છે દુર્લભ એવો મોક્ષપુરુષાર્થ. અતીન્દ્રિય આત્મસ્વરૂપના બોધ વિના ‘મારે ઈન્દ્રિયને વિષયમાં પ્રવર્તાવવી નથી’ આવો કર્તૃત્વ ભાવ એ ધર્મપુરુષાર્થ. ૐકર્મના ધક્કાથી ઈન્દ્રિયપ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ મારે અને “પાંચ ઈન્દ્રિયને કોઈ સંબંધ નથી. ઈન્દ્રિય મારું સ્વરૂપ નથી. ઈન્દ્રિયને જ્યાં જવું હોય ત્યાં જાઓ.* મારે તો મારા ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું છે. ઈન્દ્રિયને પ્રવર્તાવવાનો કે નિવર્તાવવાનો निःसङ्गतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ।। (साम्यशतक - ८५ ) >. રાગ-દ્વેષપરિત્યાર્વિષયેલ્વેષુ વર્તનમ્ । औदासीन्यमिति प्राहुरमृताय रसाञ्जनम् ॥ ( साम्यशतक - ९ ) 4. योगशास्त्र ૨૦૨૨-૨૪-૨૫ | संयतानि न चाक्षाणि नैवोच्छ्रड्खलितानि च । કૃતિ સવપ્રતિપવા, ત્વચેન્દ્રિયનય: ત:।। (વીતરાગ સ્તોત્ર ૪ાર) . ને આસવા તે પરસવા । (આચારાંગ શ૪/૬) ૨૬૦ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324