Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 290
________________ નથી જ કરવું. કદાચ અપ્રમત્તતા ચૂકી જવાથી વિભાવપર્યાયનું વેદના થાય તો પણ તેમાં જ્ઞાતા-દષ્ટાભાવ ટકાવી રાખવો છે, કર્તા-ભોક્તાભાવમાં તો ઢળી નથી જ જવું. ફરીથી દઢ અપ્રમત્તતા આત્મસાત કરી પારમાર્થિક ભેદજ્ઞાનપરિણતિ દ્વારા વિભાવથી પૂર્ણતયા છૂટા પડી, વિભાવમુક્ત નિર્વિકલ્પ નિજ શુદ્ધ *સ્વભાવમાં વિશ્રાન્ત થવું છે, ઠરી જવું છે, ભળી જવું છે, જામી જવું છે... આ છે આત્માર્થી જ્ઞાની પુરુષના *આગ્રહશૂન્ય નયપક્ષપાતરહિત છતાં સર્વનયમય અભ્રાન્ત અંતરનો ચિતાર. ચાલ્યો જા આ માર્ગે. તારા શાશ્વત ઘરમાં તું ઝડપથી પહોંચી જઈશ. વત્સ ! અહીં એક સાવધાની રાખજે. મોક્ષ માટે એકાદ વારનો વૈચારિક અસંગભાવ નહિ પણ સ્થિર અસંગદશા જરૂરી છે. માટે આ સાધનામાં વિકલ્પરૂપે જ્ઞાતા-દંષ્ટ નથી બનવાનું તેમ જ ભાષણરૂપે, કથનરૂપે, વિચારરૂપે કે લેખનરૂપે નિર્વિકલ્પ દષ્ટા નથી બનવાનું. પરંતુ કર્મબંધશૂન્ય અસંગ આત્મસ્વભાવનું વારંવાર શ્રવણ-મનન-સ્મરણ કરીને સ્થાયી પરિણતિરૂપે, 'સ્થિર અનુભૂતિ સ્વરૂપે કેવળ અસંગ સાક્ષી બનવાનું છે. શુદ્ધાત્મસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરવાનો છે. વારંવાર ઊંડો અભ્યાસ કરવા દ્વારા સ્થાયી અસંગ દશા પ્રગટ કરવી એ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું વસમું અંતરંગ પ્રયોજન. કર્તા-ભોક્તાભાવની આકુળતા-વ્યાકુળતા મટે તો જ તાત્ત્વિક જ્ઞાતા-દષ્ટાભાવમાં સ્થિર રહેવાથી અવિચલ અસંગદશા પ્રગટ થાય. જ્ઞાતા-દષ્ટાભાવની સાધનામાં આ લક્ષ્ય કદાપિ ભૂલતો નહિ. કર્તા-ભોક્તાભાવમાંથી ખસ્યા વિના જ્ઞાતાદાસ્વભાવમાં આવી શકાતું નથી. પર્યાયરુચિ ખસેડ્યા વગર તાત્ત્વિક આત્મદ્રવ્યરુચિ પ્રગટી શકતી જ નથી. પરમાંથી ખસવું એ વ્યવહાર છે. આત્મસ્વભાવમાં ઠરવું એ નિશ્ચય છે. બન્ને એકબીજાના પૂરક છે, સહાયક છે, સાપેક્ષ છે. જ્યાં વ્યવહારની ખામી હોય, ત્રુટિ હોય,ન્યૂનતા હોય ત્યાં તેની મુખ્યતા ઉપર ભાર આપવામાં ૪. ઘાન્તિો જ નથી. સ. પુર્મા વિશ્વની | (જ્ઞાનસાર રૂશર) *. माध्यस्थ्यसहितं ह्येकपदज्ञानमपि प्रमा । शास्त्रकोटिपृथैवान्या । (અધ્યાત્મપનિષત્ શાહરૂ) २. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । નન્તિ પરમાનન્દમય: સર્વનાશ્રયા: (જ્ઞાનસાર રૂરી૮) A. ઋત્વા મિત્વા મુદ્દા મૃત્વા સાક્ષાવિનુમવા રે | तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ॥ (अध्यात्मसार १८/१७७) .. ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324