________________
નથી જ કરવું. કદાચ અપ્રમત્તતા ચૂકી જવાથી વિભાવપર્યાયનું વેદના થાય તો પણ તેમાં જ્ઞાતા-દષ્ટાભાવ ટકાવી રાખવો છે, કર્તા-ભોક્તાભાવમાં તો ઢળી નથી જ જવું. ફરીથી દઢ અપ્રમત્તતા આત્મસાત કરી પારમાર્થિક ભેદજ્ઞાનપરિણતિ દ્વારા વિભાવથી પૂર્ણતયા છૂટા પડી, વિભાવમુક્ત નિર્વિકલ્પ નિજ શુદ્ધ *સ્વભાવમાં વિશ્રાન્ત થવું છે, ઠરી જવું છે, ભળી જવું છે, જામી જવું છે... આ છે આત્માર્થી જ્ઞાની પુરુષના *આગ્રહશૂન્ય નયપક્ષપાતરહિત છતાં સર્વનયમય અભ્રાન્ત અંતરનો ચિતાર. ચાલ્યો જા આ માર્ગે. તારા શાશ્વત ઘરમાં તું ઝડપથી પહોંચી જઈશ.
વત્સ ! અહીં એક સાવધાની રાખજે. મોક્ષ માટે એકાદ વારનો વૈચારિક અસંગભાવ નહિ પણ સ્થિર અસંગદશા જરૂરી છે. માટે આ સાધનામાં વિકલ્પરૂપે જ્ઞાતા-દંષ્ટ નથી બનવાનું તેમ જ ભાષણરૂપે, કથનરૂપે, વિચારરૂપે કે લેખનરૂપે નિર્વિકલ્પ દષ્ટા નથી બનવાનું. પરંતુ કર્મબંધશૂન્ય અસંગ આત્મસ્વભાવનું વારંવાર શ્રવણ-મનન-સ્મરણ કરીને સ્થાયી પરિણતિરૂપે, 'સ્થિર અનુભૂતિ સ્વરૂપે કેવળ અસંગ સાક્ષી બનવાનું છે. શુદ્ધાત્મસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરવાનો છે. વારંવાર ઊંડો અભ્યાસ કરવા દ્વારા સ્થાયી અસંગ દશા પ્રગટ કરવી એ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું વસમું અંતરંગ પ્રયોજન. કર્તા-ભોક્તાભાવની આકુળતા-વ્યાકુળતા મટે તો જ તાત્ત્વિક જ્ઞાતા-દષ્ટાભાવમાં સ્થિર રહેવાથી અવિચલ અસંગદશા પ્રગટ થાય. જ્ઞાતા-દષ્ટાભાવની સાધનામાં આ લક્ષ્ય કદાપિ ભૂલતો નહિ.
કર્તા-ભોક્તાભાવમાંથી ખસ્યા વિના જ્ઞાતાદાસ્વભાવમાં આવી શકાતું નથી. પર્યાયરુચિ ખસેડ્યા વગર તાત્ત્વિક આત્મદ્રવ્યરુચિ પ્રગટી શકતી જ નથી. પરમાંથી ખસવું એ વ્યવહાર છે. આત્મસ્વભાવમાં ઠરવું એ નિશ્ચય છે. બન્ને એકબીજાના પૂરક છે, સહાયક છે, સાપેક્ષ છે. જ્યાં વ્યવહારની ખામી હોય, ત્રુટિ હોય,ન્યૂનતા હોય ત્યાં તેની મુખ્યતા ઉપર ભાર આપવામાં ૪. ઘાન્તિો જ નથી. સ. પુર્મા વિશ્વની | (જ્ઞાનસાર રૂશર) *. माध्यस्थ्यसहितं ह्येकपदज्ञानमपि प्रमा । शास्त्रकोटिपृथैवान्या ।
(અધ્યાત્મપનિષત્ શાહરૂ) २. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः ।
નન્તિ પરમાનન્દમય: સર્વનાશ્રયા: (જ્ઞાનસાર રૂરી૮) A. ઋત્વા મિત્વા મુદ્દા મૃત્વા સાક્ષાવિનુમવા રે | तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ॥ (अध्यात्मसार १८/१७७) ..
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org