________________
આવે. તથા જ્યાં નિશ્ચયની કચાશ હોય, ઉણપ હોય ત્યાં તેની પ્રધાનતા ઉપર જોર આપવામાં આવે છે. આ જ તમામ શાસ્ત્રોનો પરમાર્થ છે. પરંતુ આ વાસ્તવિકતાને મનોગત કર્યા વગર પ્રસ્તુતમાં મોઢેથી વાત કરે શુદ્ધ આત્માની અને જ્ઞાતા-દષ્ટાભાવની. પણ ભોજનનો કોળીયો મોઢામાં નાખ્યા વિના પેટ ભરવાની વાત કરનાર પૂર્ણ પુરુષની જેમ પુણ્યોદયમાં મુસ્તાક બનીને, સ્વભૂમિકાયોગ્ય સદનુષ્ઠાનને છોડીને વર્તે સસંગપણે મોહોદયમાં એવા શુષ્કજ્ઞાનીનું આ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનામાં કામ જ નથી. માટે વત્સ! છેલ્લી રહસ્યભૂત સર્વનયવ્યાપી સ્યાદ્વાદમય પ્રયોજનભૂત એક વાત હજુ સાંભળી લે. - “જે જ્યારે જ્યાં જે રીતે બનવાનું છે તે જ ત્યારે જ તે રીતે જ અવશ્ય બને જ છે.' - આ ત્રિકાલઅબાધિત સિદ્ધાંત હોવા છતાં તારું ભાવી સુધારવું એ તારા હાથમાં છે. કારણ કે તારા ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં તારા જેવા આંતરિક ભાવો થશે તે મુજબ બનશે. ચિત્તમાં જો અશુભ ભાવ દઢ સ્થિર થશે તો પાપબંધ થવા દ્વારા ભાવી કેવળ અંધકારમય બનશે. અંતઃકરણમાં તપ,ભગવદ્ભક્તિ, શાસનપ્રભાવના, પ્રતિક્રમણ, જિનવાણી વગેરેના શુભ ભાવ કેળવાશે તો પુણ્યબંધ દ્વારા પૌગલિક સુખ મળશે પણ મોક્ષપ્રાપક પ્રબળ નિર્જરા નહિ થાય. તેનાથી સ્વર્ગ મળશે પણ મોક્ષ તરત નહિ મળે. વર્તમાનમાં શુદ્ધ ભાવ થશે તો પ્રબળ સકામ કર્મનિર્જરા થવા દ્વારા પૂર્ણ ભાવના માધ્યમથી મોક્ષ અચૂક ઝડપથી મળશે. માટે કર્તા-ભોક્તાભાવ છોડીને સ્વભાવદશામાં રહે તો સાનુબંધ સકામ કર્મનિર્જરા થાય. શુભાશુભ વિભાવમાં રહે તો પુણ્ય-પાપબંધ થાય. પરમાનંદ મેળવવા માટે બહારથી હટવું અને આત્મસ્વભાવમાં લાગવું એ જ પરમ કર્તવ્ય છે. બહારથી હટવું,પર્યાયથી ખસવું,ક્ષણિક પરિણામોમાં રુચિ ન જોડવી એ વ્યવહાર છે. અખંડ આત્મ-સ્વભાવમાં સ્થિર થવું એ પરમાર્થ .. बाह्यभावं पुरस्कृत्य, येऽक्रिया व्यवहारतः ।
वदने कवलक्षेपं विना ते तृप्तिकाक्षिणः ॥ (ज्ञानसार ९४४) સમવૃત્તિસુરદ્વાર, જ્ઞાની સર્વનયતઃ | (જ્ઞાનસાર ફેરારૂ) २. तपस्वी जिनभक्त्या च शासनोद्भासनेच्छया ।
पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ (अध्यात्मसार. १८/१६०) A. आयश्यकादिरागेण वात्सल्याद् भगवगिराम् ।।
પ્રબોતિ સ્વસીશ્યન, ન થતિ પર પમ્ | (5:સાર ૨/૪) ૨૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org