________________
છે, નિશ્ચયમાર્ગ છે. આત્મસ્વભાવમાં દૃષ્ટિ જોડતાં જ બાહ્યષ્ટિ છૂટી જાય છે. આ રીતે આગળ વધતાં જેટલો સમય સ્વભાવદશામાં રહેવાય તેટલું જીવન યથાર્થ. બાકીનો કાળ તો મોત કહેવાય. વિભાવ પસંદ કેમ કરાય?
કર્તા-ભોક્તાભાવ એ વિભાવ પરિણતિ છે. નિર્લેપ જ્ઞાતા-દ્રષ્ટાભાવ એ સ્વભાવપરિણતિ છે. આ તો દીવા જેવી ચોખ્ખી વાત છે. માટે સર્વત્ર જ્ઞાતા-દષ્ટારૂપે પરિણમી જવાનું લક્ષ્ય બળવાન જોઈએ. જેમ કોઈ માણસ રાજકોટથી મુંબઈ જવા માટે રેલગાડીમાં બેસે ત્યારે ‘મારે મુંબઈ જવું છે’ આ લક્ષ એકદમ સુનિશ્ચિત હોય છે. તેથી વચલા સ્ટેશને ગાડી રોકાય ત્યારે તે માણસ નીચે ઉતરે, ચા-પાણી પીવે, છાપુ વાંચે, કોઈની જોડે વાતો કરે, સંડાસ-બાથરૂમ જાય તો પણ ગાડી સ્ટેશનથી ઉપડે તે પહેલાં જ તે ગાડીમાં પોતાના સ્થાને ગોઠવાઈ જાય છે. ગાડીથી નીચે ઉતરીને તમામ પ્રવૃત્તિ કરતી વખતે પણ ‘મારે મુંબઈ જવું છે, હું આ ગાડીનો પેસેન્જર છું'. - આ પ્રણિધાન જીવતું હોય છે.તેમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ ‘હું કેવલ શુદ્ધ ચૈતન્યમય આત્મા છું- એવો નિર્ણય કર્યા પછી મારે ઝડપથી શુદ્ધ ચૈતન્યરૂપે પરિણમી જવું છે'- એવું દૃઢ પ્રણિધાન કરીને જે કાંઈ ચીવટપૂર્વક પ્રવૃત્તિ વગેરે થાય તેમાં તે લાંબો સમય રોકાતો નથી. પ્રવૃત્તિના બાહ્ય સ્વરૂપને તે વળગી બેસતો નથી. આત્મભાન તે ગુમાવતો તે નથી. તે-તે કામકાજ કરવા છતાં ‘કૈવલ જ્ઞાતા-દૃષ્ટા એ જ હું’- આ નિર્ણયના પ્રભાવે રુચિ તો માત્ર નિર્વિકલ્પ ચેતનતત્ત્વ પ્રત્યે જ હોય.
તેથી જ વિભાવપરિણામો કે સંકલ્પ-વિકલ્પોમાં રોકાયા વિના તે શુદ્ધ આત્મતત્ત્વ ઉપર જ આસન જમાવીને ઉપયોગરૂપે બેસી જાય છે. જ્ઞાતાદૃષ્ટા સ્વભાવરૂપે પરિણમી જવાનું પ્રણિધાન જીવંત હોવાથી બાહ્ય કોઈ પણ પ્રયત્ન વિના, સહજ રીતે, તમામ પ્રસંગોમાં, બીજે કયાંય ભળ્યા વગર, શુદ્ધ નિજસ્વભાવરૂપે પરિણમન થવાનું કાર્ય નિરંતર ચાલુ જ રહે છે. પુષ્કળ કર્મનિર્જરા થતી જ રહે છે. આમ મોક્ષલક્ષી સાનુબંધ નિર્જરા માટે, મહાન આત્મવિશુદ્ધિ માટે, પ્રતિપળ આત્મસ્વભાવમાં સ્થિર થવા માટે વર્તમાનમાં સહજતઃ, સ્થૂલ પ્રયત્ન વિના, શુદ્ધ ભાવને કેળવવા એ જ તો છે અસંગ સાક્ષીમાત્ર કેવલનિર્વિકલ્પ જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધનાનું એકવીશમું ગૂઢ પ્રયોજન.
આ રીતે ૨૧ પ્રયોજનને લક્ષમાં રાખીને જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવની સાધના
૨૬૫
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only