________________
કરતાં કરતાં, જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવમાં રહેવાનો અભ્યાસ કરતાં કરતાં, અસંગ સાક્ષસ્વભાવમાં સ્થિર થતાં થતાં રાગાદિ વિભાગ પરિણામો એટલા ક્ષીણ થઈ જાય છે કે કોઈ પણ કાર્ય પ્રત્યે આસક્તિ રહેતી નથી. માટે જ હલનચલન, ગમન-આગમન, ભોજન-શયન-પાન-કથન, ઉઠ-બેસ વગેરે તમામ પ્રવૃત્તિઓ જયણાપૂર્વક જ થાય છે. નૂતન કર્મબંધ કરાવવામાં નિમિત્ત ન બને તે રીતે, શાસ્ત્રસંસ્કાર મુજબ, દેહનિર્વાહ માટે થતી આવશ્યક પ્રવૃત્તિ જયણાપૂર્વક પૂર્ણ થાય, આત્મભાનસહિત પૂર્ણ થાય કે તરત જ આત્મધ્યાનમાં સાધક જોડાઈ જાય છે. ગાયનું મન જેમ વાછરડામાં જ હોય, પનિહારીનું મન પાણી ભરેલ ગાગરમાં હોય, ચકોરનું મન ચંદ્રમાં નિરંતર હોય, ચાતકનું મન સતત મેઘજળમાં હોય, દોરી ઉપર નાચતા નટનું મન જાગૃતપણે દોરી ઉપર જ હોય, જુગારીનું દિલ હંમેશા જુગારમાં હોય, કામીનું હૃદય વારંવાર કામિનીમાં હોય, ભમરાનું હૈયું ખીલેલા સુગંધી કમળમાં હોય તેમ જ્ઞાતાદષ્ટાભાવના સાધકનું અંતઃકરણ નિરંતર પોતાના શુદ્ધ ઉપયોગ તરફ જ ખેંચાયેલું રહે છે. ચૈતન્ય મહાસાગરમાં ઊંડી ડૂબકી લગાવ્યા વિના તે રહી નથી શકતો.
તેવી અવસ્થામાં બુદ્ધિપૂર્વકના સંકલ્પ-વિકલ્પો તથા સંકલ્પપૂર્વકના રાગાદિ વિભાવપરિણામો ક્ષીણપ્રાયઃ થઈ જાય છે. અસંકલ્પપૂર્વક (અસંકલ્પિત) રાગાદિ સૂક્ષ્મપરિણામો રહે છે. જેટલાં અંશે સૂક્ષ્મ રાગાદિ રહે છે તેટલા અંશે સૂક્ષ્મ સંકલ્પ-વિકલ્પો થવા છતાં સ્કૂલ સંકલ્પ-વિકલ્પો અને વિકલ્પદશા તો સહજતઃ છૂટી જાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી બહાર આવતાં પાછા સૂક્ષ્મ રાગાદિવશ સંકલ્પ-વિકલ્પો માંડ-માંડ ઊભા થાય છે.
જ્યારે અપૂર્વબળ વાપરી, સામર્થ્યયોગથી સાધક ફરી ક્યારેય બહાર ન અવાય તેવી ઊંડી ડૂબકી શુદ્ધચૈતન્યમહાસાગરમાં લગાવે ત્યારે આત્મદ્રવ્યમાંચૈતન્ય મહાસાગરમાં તળિયે રહેલ કેવલજ્ઞાન, ક્ષાયિક વિતરાગદશા, અનંત જ્ઞાનાનંદ, સ્વયંભૂ અનંત સામર્થ્ય વગેરે ઝળહળતા બહુમૂલ્ય-અમૂલ્ય ગુણરત્નોને સંપ્રાપ્ત કરીને કૃતકૃત્ય થાય છે. ટૂંક સમયમાં સાદિ અનંત કાળ માટે સિદ્ધશીલા ઉપર આરૂઢ થઈ, નિજ શુદ્ધ પૂર્ણ ધ્રુવ સિદ્ધ સ્વરૂપમાં ઠરી જાય છે, જ્ઞાનાનંદ સ્વભાવમાં જામી જાય છે. પૂર્ણભાવે પરિણમી જાય છે. આ રીતે સાધક સિદ્ધ
A. ગયે વરે નયે જિદ્દે નયે ગ્રાસે ગયં સU |
નાં મુંનંતો સંતો પર્વ — ન વંઘ છે (શવૈવાતિ-જા૮)
૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org