________________
બને છે, જીવ શિવ બને છે, આત્મા પરમાત્મા બને છે. આ દશાને જાણી, તેવી આત્મદશાને અનુભવવા તું થનગની ઉઠે, જ્ઞાતા-દૃષ્ટાસ્વભાવને આત્મસાત્ કરવા ઉત્સાહિત બને તે સ્વાભાવિક છે અને આવું હોવું જ જોઈએ. પરંતુ આ અસંગ જ્ઞાતા-દષ્ટાભાવની સાધના કરતાં પૂર્વે એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની હજુ બાકી છે. ઉદાહરણ દ્વારા આ રહસ્યભૂત માર્મિક વાત એકદમ સ્પષ્ટપણે તને સમજાઈ જશે.
વત્સ ! વર્ષોથી ખુલ્લી બારીવાળા અને બંધ બારણાવાળા, અવાવરા, ગંદા, ધૂળ ભરેલા અંધારિયા મકાનને રાત્રે બરાબર સાફ કરવા સૌપ્રથમ સમજુ માણસ પ્રકાશ કરે, બારી વગેરે બંધ કરે. પછી પહેલાં સાવરણાથી ધૂળના મોટા થરો દૂર કરીને પછી બચેલી ધૂળને સાવરણીથી દૂર કરે. પછી ખૂણા-ખાંચામાં રહેલ ધૂળને પૂંજણીથી સાફ કરે અને ત્યાર બાદ જમીન ઉપર ચોંટેલી સૂક્ષ્મ રજકણને દૂર કરવા ભીનું પોતું ફેરવે અને કોઈના ગંદા પગલા ન પડે તેની સાવધાની રાખે. બારી બંધ કર્યા વિના, ક્રમસર સાવરણા-સાવરણી-પૂંજણીનો ઉપયોગ કર્યા વિના, કોઈ અંધારામાં જ સીધે સીધું પોતું મારવા જાય તો મકાન સાફ ન થાય પણ વધુ ગંદુ થાય અને પોતે થાકી જાય, કંટાળી જાય.
બરાબર આ જ વાત આત્માની સફાઈમાં પણ લાગુ પડેછે. અનાદિ કાળથી કર્મના કચરાવાળા આતમઘરને કલિકાળની કાળીરાત્રિમાં, મિથ્યાત્વના ઘોર અંધારામાં વ્યવસ્થિત સાફ કરવા સૌપ્રથમ ‘હું દેહાદિથી ભિન્ન ધ્રુવ આત્માછું.’ આવો આત્મવિચાર રૂપ પ્રકાશ કરી, કામ-ક્રોધાદિના નિમિત્તભૂત સન્નવ્યસનાદિ સ્વરૂપ બારીઓને અટકાવી, સદાચાર-શિષ્ટાચારરૂપ સાવરણાથી આત્મસફાઈ કરી, તપ-ત્યાગ-જયણા-શાસ્ત્રાભ્યાસ-શુદ્ધાત્મસ્મરણસાધના-આત્મધૂન વગેરે સ્વરૂપ સાવરણીનો ઉપયોગ કરી, ભક્તિ-વૈરાગ્ય આત્મનિરીક્ષણ-દોષધિક્કારમુમુક્ષુતા-શાસ્રબોધપરિણમન-મનોજય-અંતરંગ મોક્ષપુરુષાર્થ- શબ્દબ્રહ્મઉપાસના આદિ સ્વરૂપ પૂંજણીનો પ્રયોગ કરી, અતિમંદ “કામક્રોધાદિ રજકણને દૂર કરવા હૃદયપલટો કરીને નિરંતર પ્રસ્તુત જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધના અને ધ્યાનસાધનારૂપ ભીનું પોતું વ્યવસ્થિત રીતે લગાવવું. સમગ્ર સફાઈકામ દરમ્યાન આત્મવિચારરૂપ • नाणं पयासगं संजमो य गुत्तिकरो सोहगो तवो भणिओ ।
तिहंपि समाओगे मुक्खो जिणसासणे भणिओ || (विशेषावश्यक भाष्य गा. ११६९) .... વિદુગાદિ ચં પુરેવત્તું । (ઉત્તરાધ્યયન ૧૦/રૂ)
Jain Education International
For Private & Personal Use Only
૨૬૭
www.jainelibrary.org