________________
પ્રકાશની હાજરી તો અનિવાર્ય જ છે. જ્ઞાતા-દષ્ટાભાવનું પોતું લગાવ્યા પછી રસ-ઋદ્ધિ-શાતાગારવ†, ત્રણશલ્ય, પ્રસિદ્ધિભૂખ, અનુકૂળતાનો રાગ, પુણ્યોદયરુચિ વગેરે મેલાં પગલાં પડે તો આતમઘર પાછું મલિન થતાં વાર ન લાગે અને તે મેલાં પગલાં કાઢવા બહુ અધરાછે. આ અનિવાર્ય સાવધાની ખ્યાલમાં રાખજે. તીવ્ર કામ-ક્રોધ-કદાગ્રહ વગેરે દોષમાં ખૂંચેલ જીવ આત્મવિચાર, સ્વાધ્યાય, તપ-ત્યાગ, ભક્તિ, વિરક્તિ, વિરતિ આદિ યોગ્ય ઉપાયોમાં પ્રવૃત્તિ કરવા દ્વારા કામરાગાદિને મંદ કર્યા વિના, સીધે સીધો જ્ઞાતા-દ્રષ્ટાભાવનું પોતું લગાવે તો નિષ્ફળ જ જાય છે.
વ્યવસ્થિત ક્રમસર પ્રયાસ-અભ્યાસ કરીને તેવી ભૂમિકા પ્રાપ્ત કરી હોય તો સાચું. બાકી કોરી વાતો કરવાથી કાંઈ પ્રાપ્ત ન થાય. મોઢેથી શુદ્ધ આત્માનું માત્ર નામ લઈ, હોઠથી જ્ઞાતા-દૃષ્ટાભાવની કેવળ વાત કરી, બહારથી સાક્ષીભાવનો ઉપલક અભ્યાસ કરી, કોરા શાબ્દિક પ્રશસ્ત વિકલ્પના મોહમાં ખેંચાઈ, આળસના લીધે કષ્ટસાધ્ય કાયોત્સર્ગ-પરિષહજય-ત્યાગવૈરાગ્ય-સ્વાધ્યાય આદિ *આલંબન-સાધન દૃઢ થયા પહેલાં જ તેને છોડી બેસે તેવા જીવો વાસ્તવમાં *નિશ્ચયનયને જાણતાં જ નથી. તેમને ક્રિયા કે જ્ઞાન બેમાંથી એક પણ સિદ્ધ થતું નથી. ઊલટું એ રીતે તો વિભાવપરિણતિ છૂટવાના બદલે વધુ દૃઢ બને છે, કારણ કે અનાદિ કાળથી દૃષ્ટિ ન પલટાવવાના લીધે જીવને ભોગસુખ કાયમ સંગને પેદા કરનારા, આસક્તિને પ્રગટાવનારા જ બનેલા છે. સંગદશાના લીધે નિરાધાર બનેલો જીવ સ્વચ્છંદતામાં તણાઈ જાય છે.શુભ ક્રિયા, શુભ ભાવ અને શુદ્ધ ભાવત્રણેથી ભ્રષ્ટ થાય છે. તેવા શુષ્કજ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ જ તફાવત વાસ્તવમાં નથી.
વત્સ ! એક વાત અહીં ધ્યાનમાં રાખજે કે સામાન્ય ભાર ઊંચકવાની તાકાત ન હોય તે માણસ મોટો ભાર ઊંચકવા જાય તો કાં તો તેની કેડ . ભોળા ને સંચરા વંતિ । (ઉત્તરાધ્યયન-૧૩/૨૭)
*. 7 યાવત્.સમમમ્યસ્તૌ જ્ઞાન-સત્પુરુષમૌ ।
एकोऽपि नैतयोस्तावत् पुरुषस्येह सिध्यति ॥ ( अध्यात्मउपनिषत् ३/३५ )
* निच्छयमालंबंता निच्छयदो निच्छयं अयाणंता ।
नासंति चरण- करणं बाहिरचरणालसा केई ।। ( ओघनिर्युक्ति ७६१)
છે. નાજ્ઞાતિનો વિશેષ્યેત, યથેચ્છાચરને પુનઃ ।
ज्ञानी स्वलक्षणाभावात्, तथा चोक्तं परैरपि ।। (अध्यात्मोपनिषत् ३।४)
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org