________________
પરિણમવાનું છે. માત્ર કોરા નિશ્ચયનયને સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી કે અનુકૂળ પ્રસંગમાં ઉપલક રીતે તેનો આશ્રય કરવાથી ઠેકાણું નહિ પડે. પરંતુ તમામ પ્રસંગમાં શુદ્ધ નિશ્ચય નયને માન્ય આત્મ-સ્વભાવનો, અસંગ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો હૃદયથી આશ્રય કરી, તેને પરિણાવીશ તો તારું ઠેકાણું પડ્યા વિના નહિ રહે.
હું નથી બંધાયેલ કે નથી મુક્ત * હું કદિ રાગાદિથી કે કર્માદિથી બંધાયેલ જ નથી તો મુક્ત કઈ રીતે ? હું કદાપિ બંધાયેલ જ નથી તો મારે નિર્જરા શું કરવાની ? કોની કરવાની ? હા, પર્યાયો અશુદ્ધ છે. પરિણામો વિભાવદશાને બંધાયેલા છે, વિભાવથી જકડાયેલા છે, જડથી પકડાયેલા છે. તેથી પર્યાયની શુદ્ધિ અને મુક્તિ થવાની છે, મારી નહિ. પર્યાયની શુદ્ધિ થાય કે ન થાય, પર્યાયની મુક્તિ થાય કે ન થાય- તેમાં મારે વળી શું લેવા-દેવા ? હું સદા સહજાનંદમય શાશ્વત ચેતનતત્ત્વ છું. માટે જ સ્વાનુભૂતિ પણ થાય કે ન થાય એમાં મને કશી લાભ-હાનિ નથી. પરમવિશુદ્ધ સ્વાનુભૂતિમાં ઉપાયભૂત તત્ત્વ* બાહ્ય હો કે આંતરિક હો. પરંતુ હું તો જે છે તે જ છું. હું જે મૂળભૂત સ્વરૂપે છું તે જ સ્વરૂપે રહેવું છે, તે જ સ્વરૂપે પરિણમી જવું છે. વિશુદ્ધ પંચાચારપાલનથી સ્કુરાયમાન થતા પરમભાવમાં-શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ ઠરી જવું છે. કેવળ અસંગ અપરિણામસ્વભાવમાં વિશ્રાન્તિ કરવી છે. પરરૂપે પરિણમવું નથી. પરપર્યાયને-વિભાવપર્યાયને જાણવા પણ નથી. જે મારું સ્વરૂપ નથી તેને જાણવાથી પણ શું ફાયદો? મારે સ્વ-પરપર્યાયના જ્ઞાતા-દષ્ટા પણ રહેવું નથી. સ્વસ્વરૂપમાં જ વિશ્રાંત થવું છે. કેવળ ચૈતન્યસ્વભાવે પરિણમી જવું છે. તેમ છતાં કર્મોદયના ધક્કાથી, પુરુષાર્થની મંદતાથી, પરિણતિની નબળાઈથી, જાગૃતિની ઓછાશથી વિભાવ પરિણામો મારા ચૈતન્યપટના સહારે મન વગેરેમાં ઉત્પન્ન થાય તો પણ વિભાવ પર્યાયનું તો મારે વેદન 2. સને પુન જો વધે તે મુદ્દે ! (મારગ શરદાઉ૦૪) જ. ને શુદ્ધનયતત્વેષ વધ્યતે નવ મુકયતે | (ધ્યાત્મિસાર ૧૮૮૬). .. तस्माद् ज्ञानमयः शुद्धः तपस्वी भावनिर्जरा ।
शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न । (अध्यात्मसार. १८६१६५) *. भवतु किमपि तत्त्वं बाह्यमाभ्यन्तरं या, हृदि वितरति साम्यं निर्मलश्चेद्विचारः । तदिह निचितपञ्चाचारसञ्चारचारुस्फुरितपरमभावे पक्षपातोऽधिको नः ।।
(અધ્યાત્મીપનિષત્ રાદ) ૨૬૨
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org