________________
મારો કોઈ જ અધિકાર નથી. હું તો તેનો કેવળ અસંગ જ્ઞાતા-દષ્ટા છું.” આમ રાગ-દ્વેષ વિના થતી ઈન્દ્રિયપ્રવૃત્તિમાં તદન ઉદાસીનતા એ છે મોક્ષપુરુષાર્થ. આવા મોક્ષપુરુષાર્થ વિના ઈન્દ્રિય-મન-રાગ વગેરે જીતી શકાતા નથી. રાગ વગેરે વિભાવ પરિણામના બંધનો *મૂળમાંથી ઉખડતા નથી. બુદ્ધિજડ જીવો પણ જેને સહેલાઈથી પકડી શકે તેવા ધર્મપુરુષાર્થ દ્વારા ઈન્દ્રિય કેવળ રોકાય છે. ધ્યાનયોગી જેને સાધી શકે તેવા શુદ્ધ અંતરંગ “મોક્ષપુરુષાર્થ દ્વારા પરમતૃપ્તિપૂર્વક ઈન્દ્રિય-રાગ-દ્વેષ-મન બધું જ જીતાય છે. આવો સહજ અમોઘ મોક્ષપુરુષાર્થ અપ્રમત્તપણે સર્વત્ર ઉપાડવો તે છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ઓગણીસમું મહત્ત્વનું પ્રયોજન. - વત્સ ! બીજે બધે પ્રયત્ન કરે છે, કત્વ-ભોક્નત્વભાવનો અભ્યાસ કરે છે તો આત્મામાં પણ જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અંતરથી અભ્યાસ કર ને! આ પ્રયાસમાં તો એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ અને આનંદની અનુભૂતિ થાય છે કે જે બીજે ક્યાંય થવાની શક્યતા નથી. તો પછી અહીં શા માટે પ્રયત્ન નથી કરતો ? જિનાજ્ઞાના અમલમાં-શાસ્ત્રાજ્ઞાના પાલનમાં રસ છે તો આ જ્ઞાતાદષ્ટા સ્વભાવમાં રહેવાની, ઠરવાની મુખ્ય આજ્ઞાના-ભાવ આજ્ઞાના પાલનમાં કેમ તને ઉત્સાહ નથી થતો ? જો કે પ્રારંભમાં કર્તુત્વભાવપૂર્વક જ્ઞાતાદાસ્વભાવમાં રહેવાનો આ પણ પ્રયાસ છે તો કૃત્રિમ. પરંતુ અકૃત્રિમ સ્વાભાવિક સહજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ પરિણમનના પૂર્વે એ પ્રાયઃ આવ્યા વિના રહેતો નથી જ. માટે તેના લક્ષપૂર્વક જ્ઞાતાદષ્ટાભાવના અભ્યાસમાં લાગી જા.
પરંતુ વત્સ ! જો શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવી હોય તો સર્વત્ર સર્વદા બધી વસ્તુના સ્વયંસ્કૃર્ત સહજ તમામ પરિણમનને ખચકાટ વિના સ્વીકારવા તારે તૈયાર રહેવું પડશે. પ્રતિકૂળતા, અપમાન, જીવલેણ રોગ, ઈષ્ટ વિયોગ, તીવ્ર વેદના, ઘોર ઉપસર્ગ, અસહ્ય પરિષહ વગેરે પ્રસંગમાં ખ્યાલ આવશે કે શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ કેટલી પરિણમેલી છે ? અને જ્ઞાતા-દષ્ટા સ્વભાવ કેટલો આત્મસાત્ થયો છે? તે વખતે ટકી જઈશ તો બેડો પાર થશે. કેવળ નિશ્ચયનય સાંભળવાનો નથી. પણ નિશ્ચયમાન્ય આત્મસ્વભાવે ત્ર = મૂનો વંઘ (ઉત્તરધ્યયન રરૂિ9) २. आतुरैरपि जडैरपि साक्षात्, सुत्यजा विषया न हि रागः ।।
ध्यानवांस्तु परमद्युतिदर्शी, तृप्तिमाप्य न तमृच्छति भूयः । (अध्यात्मसार १७।२)
૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org