________________
જુદો જ છે. તમામ પર્યાયથી ભિન્ન અસંગ અખંડ અવિનાશી કર્યાતીત
આત્મદ્રવ્ય એ જ તું છો' એમ શુદ્ધ દ્રવ્યષ્ટિ ઉપર જોર આપવામાં આવે છે. આમાં એકાંતવાદી બનવાની કે મિથ્યાત્વ વળગી જવાની કોઈ જ શકયતા નથી. કારણ કે પારમાર્થિક પ્રયોજનને લક્ષમાં રાખીને દરેક સુનયને પોતાના વિષયની પ્રધાનતા-મુખ્યતા બતાવવાની સ્વતંત્રતા છે, છૂટ છે. આ વાત સર્વજ્ઞમાન્ય છે.
અનાદિ કાળથી જીવને આંતરષ્ટિ મળી નહિ. આંતરષ્ટિ મળી તો પણ કર્મપ્રધાન બની, આત્મપ્રધાન ના બની. આત્મદૃષ્ટિ આવી તો પણ પર્યાયપ્રધાન બની ગઈ, શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર લક્ષ ન ગયું. કદાચ દ્રવ્યદૃષ્ટિ સાંભળી, વાંચી તો ય સમજાઈ નહિ. કદાચ દ્રવ્યદૃષ્ટિ સમજાઈ તો પકડાઈ નહિ, પરિણમી નહિ. દરેક પ્રસંગમાં પ્રતિક્ષણ વિશુદ્ધ આત્મદ્રવ્યના પ્રગટીકરણની દૃષ્ટિ આવી નહિ. આ જીવ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે પરિણમ્યો નહિ. તેથી ભવભ્રમણ ભાંગ્યું નહિ. જીવની પર્યાયદૃષ્ટિ છોડાવીને દ્રવ્યદૃષ્ટિ પરિણમાવવા માટે અહીં બતાવેલ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિસ્વરૂપ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ પણ અનેકાન્તસ્વરૂપ જ છે- આ વાત તું ભૂલતો નહિ.
-
પારમાર્થિક પ્રયોજન સાથે સંકળાયેલા દરેક સુનયો અનેકાન્તવાદને વ્યાપીને જ રહેલા છે. આ વાતને તું ભૂલતો નહિ. આ બાબત લક્ષ્યમાં હશે, તેના દૃઢ સંસ્કાર જીવતા-જાગતા હશે તો જ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ દ્વારા વાસ્તવિક સ્યાદ્વાદની સાચી સમજણ આવશે. કયારે, ક્યાં, કયા દૃષ્ટિકોણથી, કેવા પ્રયોજનથી, કેવી રીતે, હૃદયના કેવા ભાવથી, કયા નય ઉપર કેટલો ભાર આપવો ? તેનો સમ્યક્ નિર્ણય કરીને તે મુજબ સહજ રીતે પોતાના ઉપયોગનું પ્રવર્તન થવા દેવું, ચેતનાનું પરિણમન થવા દેવું એ જ તો મૂળ વાત છે. માટે એકલી નિશ્ચય નયની પ્રસ્તુત વાત તને તારી વર્તમાન દશામાં અશ્રદ્ધેય, અશુદ્ધ કે કાલ્પનિક લાગતી હોય તો પણ
स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च मिथ्यात्वाऽप्रयोजकत्वात् । (नयरहस्य पृ. १२) છે. કોરેવત્વનુપ, યથા દ્વિત્ય ન ગતિ ।
નર્યાતધિયાપ્લેવમનેમન્તોન ગતિ ।। (અધ્યાત્મોપનિષત્ શરૂર) 4. अनेकान्तव्यापकत्वादिप्रतिसन्धानाऽऽहितवासनावतामेव तादृशबोधसम्भवात् । तदन्येषां तु द्रव्यसम्यक्त्वेनैव ज्ञानसद्भावव्यवस्थिते: ।। (ज्ञानबिन्दु ) स्वरूपतोऽशुद्धत्वेऽपि फलतः शुद्धत्वं सर्वेषां नयवादानां स्याद्वादव्युत्पादकतयेत्यर्वाग्दशायां सर्वथा तदाश्रयणं न्याय्यमिति परमार्थ: । ( तत्त्वार्थ- १।३५ - महो. यशोविजयवृत्ति)
+
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org