________________
છોડતા જવું અને શુદ્ધ આત્મસ્વભાવની નજીક પહોંચતા જવું- આ જ સલામત અને ટૂંકો મોક્ષમાર્ગ છે. પરંતુ આ હકીકતને તદન ભૂલીને પરિણતિમાં ઊભા થતા પ્રશસ્ત રાગને પોતાનું સ્વરૂપ માનવામાં, “આ કરું તે કરું...' ઈત્યાદિ રૂપે ધર્મરાગની પકડ કરવામાં, ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયનું વેદન કરવામાં જીવ અનંતી વાર અટકી ગયો અને પરમ *મુનિપણું ચૂકી ગયો, પારમાર્થિક મોક્ષમાર્ગથી ખસી ગયો.
શુભ કે શુદ્ધ પર્યાયની રુચિ પ્રબળ થતાં શુદ્ધ દ્રવ્યદષ્ટિ-આત્મદષ્ટિ હટતી જાય છે. શાસ્ત્રવિહિત કે શાસ્ત્રનિષિદ્ધ પદાર્થમાં-પ્રવૃત્તિમાં જ્યાં સુધી અંતરમાં* પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગ-દ્વેષનું આંશિક પણ ખેંચાણ હોય ત્યાં સુધી તાત્વિક શુદ્ધ સામાયિક-ચારિત્ર આવી શકતું નથી; ભલે ને વ્યવહારથી ષજીવનિકાયની હિંસા કે જૂઠ, ચોરી વગેરે પાપનો જીવનભર માટે ત્યાગ કરેલો હોય. એટલા માત્રથી નૈૠયિક મુનિપણું આવી જતું નથી. શાસ્ત્રવિહિતમાં પ્રશસ્ત રાગનો કે શાસ્ત્રનિષિદ્ધમાં પ્રશસ્ત વૈષનો પણ ત્યાગ કરીને પરમ સમત્વભાવ કેળવવાથી જ પારમાર્થિક મુનિપણું-તાત્વિક જ્ઞાનયોગ પ્રાપ્ત થઈ શકે છે.
પરંતુ અનાદિ કાળથી પર્યાયદષ્ટિની મજબૂત પક્કડ જીવને રહેલી છે. આગળની ભૂમિકાએ પહોંચેલા સાધકને ય પર્યાયદષ્ટિનું જોર જ અટકાવે છે. એમાંથી જીવને છોડાવવાના ઉદેશથી જ “ક્રમબદ્ધ પર્યાય આપમેળે યોગ્યતા મુજબ થઈ રહેલા છે અને તેનાથી તું જુદો જ છે. સ્વાનુભૂતિપર્યાય, *કર્મબંધ-કર્મોદય-ઉદીરણા-સત્તા-નિર્જરા-સંવર પરિણામથી પણ તું જુદો છે. તું તમામ પ્રકારના કર્મકલંકથી શૂન્ય છે. અરે ! મોક્ષ પર્યાયથી પણ તું *. થર્મરાશિ મુનઃ મુનિ (યોગીત--.૨૮ વૃ-ત::) *. पडिसिद्धेसु अ देसे विहिएसु य ईसिरागभावे वि ।
સામા મસુદ્ધ સુદ્ધ સમયા, રોણું પિ છે (યોગશત5-૨૦) A પાપાર માત્રાદ્ધિ, ને મૌને વિવિત્સયા | __ अनन्यपरमात्साम्यात्, ज्ञानयोगी भवेन्मुनिः ॥ (अध्यात्मसार १५/३६) *. बन्धोदयोदीरणसत्त्वमुख्या, भावाः प्रबन्धः खलु कर्मणां स्यात् ।
एभ्यः परं यत्तु तदेव धामास्म्यहं परं कर्मकलंकमुक्तम् ।। (अध्यात्मबिन्दु १४) છે નિર્જરા નાં શો, નભાડસૌ સ્નેપર્યયઃ + (અધ્યાત્મિસાર ૧૮૬) છે. અશુદ્ધ નયતો હા, વો મુ તિ સ્થિતિઃ |
ન શુદ્ધનયતત્વેષ, વધ્યતે નાવિ મુખ્યતે | (મથ્યાત્મસાર ૨૮૩૮૬)
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org