________________
આત્મસ્વભાવમાં અસ્તિત્વનો અનુભવ કરી શકાય છે, કેન્દ્ર સુધી પહોંચી શકાય છે. નિરુપાધિક આત્મસ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા-રુચિ કેળવ્યા વિના કેવળ જિનવાણી શ્રવણ, તપ-ત્યાગ આદિ સદનુષ્ઠાનથી રાગનો રાગ ખસે નહિ, વિભાવદશાની રુચિ છૂટે નહિ, પરિધિમાંથી બહાર નીકળી શકાય નહિ, કેન્દ્ર સુધી પહોંચાય તેવી છલાંગ લગાવી શકાય નહિ, પ્રશસ્ત રાગની પરિણતિ ઘસાય નહિ, વિકલ્પનો રસ તૂટે નહિ. *જો કે અવિરતિને,આરંભ સમારંભને છોડવા માટે વિરતિ-તપ-જપ-વ્રત-નિયમ-અભિગ્રહ વગેરે જરૂર આદરણીય છે, ગ્રાહ્ય છે. પરંતુ પરમવિશુદ્ધ આત્મદશામાં સ્થિરતાપૂર્વક આરૂઢ થયા પછી તે વિરતિ-વ્રત વગેરેના સંકલ્પ-વિકલ્પ પણ છોડવાના જ છે. પણ જિનોક્ત સદનુષ્ઠાનની પાછળ પોતાની ઝંખના અને ભાવના કેવળ પૂર્ણ વીતરાગતાની હોય તો જ આગળ જતાં આપમેળે વિભાવવિકલ્પ વગેરેનો રસ તૂટે.
“જ્યાં સુધી પૂર્ણ નિર્વિકલ્પક સ્વભાવદશા પ્રગટ ન થાય ત્યાં સુધી, આડા-અવળા સંકલ્પ-વિકલ્પનો ભોગ ન બની જવાય તે માટે ‘હું શુદ્ધાત્મા છું' એ શુભ વિકલ્પ ઉચિત છે. કેમ કે ટેબલ વગેરેની આડાશના લીધે મણિ-સ્વયંપ્રકાશકરત્ન વગેરે ન દેખાવા છતાં તેની પ્રભા-કાંતિ-તેજ દેખાવાથી મણિપ્રભાને મેળવવા જનાર માણસ જેમ તેજોમય મણિ વગેરેને મેળવે છે તેમ કર્મ વગેરેની નડતરના લીધે શુદ્ધ આત્મદશાનો અનુભવ ન થવા છતાં પણ શાસ્ત્રશ્રદ્ધાથી રુચિપૂર્વક ‘હું શુદ્ધાત્મા છું’- એવા પ્રશસ્ત વિકલ્પને સતત પકડી રાખનાર સાધક પણ શુદ્ધ પરમનિર્વિકલ્પ આત્મદશાને અનુભૂતિના સ્તરે મેળવે છે.
પણ ‘આ શુભ વિકલ્પના શરણે જવું તે મારી લાચારી છે. સ્વભાવદશામાં હું ઠરીઠામ નથી થઈ શકતો એ મારી કમજોરી છે. મારે તો મારા શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વભાવમાં જ ઠરવું છે'- આવો તાત્ત્વિક ખ્યાલ તો હોવો જ જોઈએ. આ કિકતને ખ્યાલમાં રાખી પર્યાયથી ખસતા જવું, પર્યાયરુચિને
सिध्यति न चागमसदादरो न च पदार्थभक्तीश्वरः । (सिद्धसेनीय द्वात्रिंशिका - ३ /२० ) अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः ।
त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ।। (परमानंदपंचविंशति २५ )
4. मणिप्रभामणिज्ञानन्यायेन शुभकल्पना ।
वस्तुस्पर्शितया न्याय्या, यावन्नानञ्जनप्रथा ॥ ( अध्यात्मसार १८ । १२९ )
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org