________________
કામ થશે. પ્રશસ્ત રાગાદિ પરિણામો હોવા છતાં તેમાં પોતાનું અસ્તિત્વ, સ્વામીત્વ સ્થાપવું નહિ. પોતાનું તાદાત્મ્ય કેવલ ચૈતન્યસ્વભાવમાં જ દેઢ કરી રાખવું.
જે પ્રાજ્ઞ છે તેના મન-વચન-કાયાનું પ્રવર્તન પોતાની ભૂમિકાને ચિત આરાધનામાં હોય, પરંતુ તે આરાધનામાં તેને ન રાગ હોય કે કેવલ કર્મવશ થતી વિરાધનામાં ન વૈરાગ્ય (દ્વેષ) હોય. આ જ સાધકની પરિપકવદશા છે. કારણ કે *પ્રશસ્ત રાગ પ્રારંભિક દશામાં પ્રયોજનભૂત હોવા છતાં પણ પરમાર્થથી ત્યાજ્ય જ છે. પ્રશસ્ત રાગથી થતી પ્રશસ્ત પ્રવૃત્તિ દ્વારા થનારો પુણ્યબંધ પણ સોનાની બેડી જેવો હોવાથી જ્ઞાનયોગી માટે, સંયમી માટે વાસ્તવમાં ત્યાજ્ય જ છે. *તમામ પ્રકારના રાગ-દ્વેષના ખળભળાટ શાંત ન થાય ત્યાં સુધી પરમસમત્વમય શુદ્ધ આત્મગુણોમાં-ચારિત્રગુણોમાં પરમાર્થથી સ્થિરતા સંભવી શકતી નથી.
સિંહના બચ્ચાને ગુફા પાળે. પણ તે સિંહ યુવાન બને પછી તેને ગુફાનું શું પ્રયોજન હોય ? પછી તે વનમાં મુક્તવિચરણ કરે. તેમ પ્રારંભમાં પ્રશસ્ત રાગ અવશ્ય લાભકારી છે. પણ આગળની દશામાં તેની કોઈ જરૂર નથી. પ્રશસ્ત રાગથી મુક્ત બની નિર્ભયપણે આત્મવ્યોમમાં જે સાધક ઉડે નહિ તેને તાત્ત્વિક પૂર્ણસ્વાનુભૂતિ થાય નહિ. માટે ધર્મરાગમાં, પ્રશસ્ત રાગમાં પણ તન્મયતા એવી ન હોવી જોઈએ કે પોતાને, પોતાની મૂળભૂત વીતરાગદશાને ભૂલી જવાય. આત્મજાગૃતિ તો સતત રહેવી જ જોઈએ.
ન
પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિ કેવળ પરિધિ છે, શુદ્ધ પર્યાય પણ પરિધિ જ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવ કેન્દ્ર છે. માત્ર પરિધિ ઉપર દોડધામ કરવાથી, પરિધિને વળગવાથી નિરુપાધિક આત્મસ્વભાવની પ્રાપ્તિ થતી નથી. કેન્દ્રમાં પહોંચાતું નથી. પરંતુ અસંગ ચૈતન્યસ્વભાવમાં તાદાત્મ્ય સ્થાપિત કરવાથી को हि रागो विरागो वा कुशलस्य प्रवृत्तिषु । (सिद्धसेनीया द्वात्रिंशिका १३/२३ ) 7. 'प्रशस्त राग-द्वेषयोरपि निवर्तनीयतया परमार्थतोऽनुपादेयत्वात्'
(અધ્યાત્મમતપરીક્ષા .૨૮૦ વૃત્તિ)
* चरणगुणस्थितिश्च परममाध्यस्थ्यरूपा न राग-द्वेषविलयमन्तरेणेति तदर्थिना तदर्थमवश्यं प्रयतितव्यम् । (नयरहस्य पृ. २३२ )
पुण्यबन्धः सोऽपि नेष्यते, स्वर्णनिगडकल्पत्वात् । (धर्मसंग्रह - गा. ९४ वृत्ति)
★ सीहं पालेड़ गुहा अवि हाडं तेण सा महिड्डिया ।
तस्स पुण जोव्वणम्मि पओअणं किं गिरिगुहाए ।। (बृहत्कल्पभाष्य
Jain Education International
For Private & Personal Use Only
२११४)
૨૪૫
www.jainelibrary.org