________________
તું ભૂલી જા. તેના પ્રત્યે ઉદાસીન બની જા. જ્યાં પોતાના શુદ્ધ પર્યાય પ્રત્યે પણ ઉદાસીનતા કેળવવાની વાત છે ત્યાં શરીર, રાગ, દ્વેષ, વાસના વગેરેની તો વાતને પણ અવકાશ ક્યાં રહે? આ રીતે પરમ આદરણીયરૂપે કેવળ શુદ્ધ અસંગ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિનું જોર આવશે તો જ પ્રબળ શુદ્ધિ થશે, સાનુબંધ નિર્જરા થશે, કર્મના તમામ અનુબંધો નિર્મુળ થઈ જશે. દેહાદિમાં, રાગાદિમાં, વિકલ્પમાં તારા અસ્તિત્વને-તાદાભ્યને અનુભવવા દ્વારા જો તું પરિણામને-પર્યાયને-વિકલ્પને પકડવા જઈશ તો પરિણામની-પર્યાયની-વિકલ્પની પકડ થઈ જશે અને પ્રબળ શુદ્ધિ નહિ થાય.
આમ થાય તો નિશ્ચય નયની આરાધના કરવા નીકળેલ, નિશ્ચયમાન્ય નિજસ્વભાવમાં ઠરવા કટિબદ્ધ થયેલ જીવ પણ પાછો વિકલ્પાત્મક વ્યવહારની પકડમાં આવી જાય છે. નિશ્ચયમાન્ય આત્મસ્વભાવમાં ઠરી શક્તો નથી. તેથી નિશ્ચય-વ્યવહારનો પારમાર્થિક સમન્વય કરવા માટે દેહભિન્ન-રાગાદિભિન્ન નિજ અસંગ સ્વરૂપનો શ્રદ્ધાથી નિર્ણય કરી, વિચારદશાએ તાત્ત્વિક નિશ્ચય કરી, એ નિર્ણયમાં બાધક મનોવૃત્તિ-કાયિક પ્રવૃત્તિને છોડીને, એ નિર્ણયની પોષક એવી વૃત્તિ-પ્રવૃત્તિ કરતી વખતે પણ “મને મારો શુદ્ધાત્મા કેમ ઓળખાય? મારો આત્મા કેમ પ્રગટ થાય ? કેવી રીતે શુદ્ધ આત્મસ્વભાવ સ્પષ્ટ અનુભૂતિમાં આવે? પૂર્ણ શુદ્ધ વીતરાગપણે ક્યારે પરિણમી જઈશ?” આ જ પ્રયોજન લક્ષગત ધ્યેયપણે હોવું જોઈએ. તો તું કેવળજ્ઞાનના કાંઠે પહોંચી જઈશ.
“વ્યવહાર પાળતા-પાળતાં કાળક્રમે નિશ્ચય આવે' - આ પૂલદષ્ટિ છે. નિશ્ચયદષ્ટિને હૃદયમાં કેન્દ્રસ્થાને ગોઠવીને શક્તિ છૂપાવ્યા વિના શુદ્ધ વ્યવહાર પાળતાં-પાળતાં નિશ્ચયફળ પાવે'- આ સૂક્ષ્મ દૃષ્ટિ છે. માટે નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર, દ્રવ્યદૃષ્ટિ પરિણમાવ્યા સિવાય, માત્ર બાહ્ય સક્રિયાના અનુરાગથી, શુભ ભાવથી બધું જ થઈ જશે, શુદ્ધ ચૈતન્યસ્વભાવ પકડાઈ જશે- એમ હું માનતો નહિ. આત્માનો સાચો પરિચય, કેવળ આત્મા તરફ રુચિ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે દષ્ટિ, પરમાનંદમય નિજસ્વરૂપની શ્રદ્ધા, વીતરાગદશાની પ્રીતિ, દેહાદિભિન્ન નિજસ્વરૂપની પ્રતીતિ, આત્મપરિણતિ કરવા દ્વારા આત્માને પકડી મુખ્ય કર તો અંદરમાં - નિતજ્ઞાનસમ્પતિપ્રતિપાતીય વસ્ત્રમ્ | निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥ (ज्ञानसार ११।४)
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org