________________
તો તત્ત્વની હાર્દિક અને વાસ્તવિક એવી સમજણથી થાય છે.
જેમ લાલ કે કાળા ગુલાબના સાન્નિધ્યમાં સ્ફટિક લાલ કે કાળુ લાગવા છતાં વાસ્તવમાં અશુદ્ધ નથી બનતું. તેમ પુણ્ય કે પાપના સાન્નિધ્યમાં આત્મા રાગી કે દ્વેષી લાગવા છતાં આત્મા હકીકતમાં રાગી કે દ્વેષી બનતો નથી, અશુદ્ધ થતો નથી. આત્મા તો સદા શુદ્ધ નિજસ્વરૂપમાં રહેલો છે”- આ પ્રકારની ઊંડી તાત્ત્વિક વિવેકદષ્ટિથી સર્વદા તમામ પર્યાયોમાં ઉદાસીન રહેવામાં આવે તો જ સિદ્ધ સ્વરૂપ ઝડપથી પ્રગટે-આ ત્રિકાલઅબાધિત સિદ્ધાન્ત છે. સ્વ-પરપર્યાયમાં નિર્લેપ અને ઉદાસીન રહેવા માટે જ્ઞાતાદૃષ્ટાભાવ આવકાર્ય છે, અનિવાર્ય છે, આવશ્યક છે. સિદ્ધસ્વરૂપે પરિણમી જવા સદા સ્વ-પરદ્રવ્યના પ્રશસ્ત કે અપ્રશસ્ત, શુદ્ધ કે અશુદ્ધ સકળ પર્યાયોમાં પૂર્ણતયા ઉદાસીન રહેવું એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું બારમું પાવન પ્રયોજન.
વત્સ ! શુભાશુભ પરિણામ જણાય ત્યારે અજ્ઞાનીને રાગ-દ્વેષ થાય, જ્ઞાનીને વૈરાગ્ય થાય. પણ પરિણામ પ્રત્યે પૂર્ણપણે ઉદાસીન બની પરિણામી એવો આત્મા જ જણાય, આગળ વધીને અપરિણામી શુદ્ધ આત્મા જ નજરાયા ત્યારે વીતરાગતા પ્રગટે. નજર નજરની આ રમત છે. તું અરીસામાં ઝીલાતા પ્રતિબિંબને દેખે છે કે આરસીની નિર્મળતાને- એના ઉપર બધો આધાર છે. શું જોવું? તેમાં તું સ્વતંત્ર છે.
પણ અલગ-અલગ સમયે વિવિધ પ્રકારના પરિણામો જાગે તેવા અવસરે “મારી વર્તમાન ભૂમિકા મુજબ આવા પરિણામ-વિકલ્પ અને પ્રવૃત્તિ થાય છે” આવું સમજી લઈશ તો દૃષ્ટિ તેવા પ્રકારના પરિણામ વગેરેને કરવામાં જ ચોંટી જશે. અને વિકાસયાત્રા અટકી પડશે. “થવાવાળા પરિણામો, વિકલ્પો અને પ્રવૃત્તિ પોતાની યોગ્યતા મુજબ થઈ રહેલ છે. પણ મારાથી તે ભિન્ન છે, હું તેનાથી જુદો જ છું.' આમ વિચારવામાં આવે તો તેવા પ્રકારના પરિણામ-વિકલ્પ કરવા ઉપર દૃષ્ટિ નથી રહેતી. પણ ધ્રુવ-શુદ્ધ આત્મા ઉપર દૃષ્ટિ જામી જાય છે. દષ્ટિનું ફોકસ બદલવાની જરૂર છે.
તારા પર્યાયમાં સ્વાનુભૂતિ, સિદ્ધદશા વગેરેની સ્વીકૃતિ થાય તે આનંદની વાત છે. પણ એ પર્યાયસ્વરૂપ હું છું, એ મારા પર્યાય છે'- એ વાત 4. कृष्ण: शोणोऽपि चोपाधे शुद्धः स्फटिको यथा ।। રજી દ્વિસ્તર્થાત્મા, સંસત્પન્થપાયો | (અધ્યાત્મસાર ૨૮૨૦)
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org