________________
છે. પણ અપરિણામી સ્વરૂપ ઉપર તીવ્ર રુચિ અને પ્રબળ લક્ષ સ્થાપિત થતાં, જ્ઞાતા-દષ્ટાસ્વભાવ ઉપર ભાર આપતાં, શાંત-સ્થિર-નિષ્ક્રિય સ્વરૂપ ઉપર નજર કેન્દ્રિત કરતાં, પરિણામસ્વરૂપ પ્રત્યે ઉદાસીન થતાં રાગાદિ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન થવાના બદલે શુદ્ધપર્યાયસ્વરૂપે પરિણમન શરૂ થાય છે. અને તેમાં જ ચિર કાળ સુધી લીનતા-સ્થિરતા-મગ્નતા વધતાં પૂર્ણપર્યાયરૂપે-અખંડપણે આત્મા પરિણમી જાય છે. આ જ છે આત્માની મુક્તિ, સહજાનંદમય મોક્ષ.
પરંતુ સ્વ-પરના પરિણામી સ્વરૂપ ઉપર જ દષ્ટિ સ્થાપિત કરવાથી, પર્યાયને જ જોવાથી તો વિભાવપરિણતિ છૂટવાના બદલે વધુ બળવાન બનતી જાય છે. વર્ષોથી સાધનાક્ષેત્રે પ્રવેશ કર્યા પછી, “અહો ! મારાથી રાગ થઈ ગયો. આ રાગ કેમ આવ્યો ? રાગ-દ્વેષ, કામ-ક્રોધ તો થવા ન જ જોઈએ ને !'- આ રીતે રાગાદિ પરિણામરૂપ વિભાવદશાને જ સતત ભાળ્યા કરવાથી, અંદરમાં બળ્યા કરવાથી કાંઈ રાગાદિનું અનાદિકાલીન ગાઢ સ્વામિત્વ મૂળમાંથી તૂટશે નહિ, છૂટશે નહિ. પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઉપર દષ્ટિ સ્થાપીશ, લક્ષ રાખીશ તો પરિણમન પણ પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે જ થશે. ત્રિકાળશુદ્ધ આત્મતત્ત્વ ઉપર ઉપાદેય દષ્ટિ કરીશ તો અવસ્થાજન્ય અપરાધોનું, કર્મજન્ય ભૂલોનું ઉન્મેલન થશે. રુચિસભર દૃષ્ટિ સ્થિર કરવાની છે ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર અને શુદ્ધિ થશે તમામ પર્યાયોની. જોવાનું નીચે અને વીંધવાનું ઉપર એવી રાધાવેધ જેવી આ સાધના છે.
એ માટે સૌપ્રથમ અંતરમાં વસી જાય કે “ખરેખર મારું આત્મદ્રવ્ય આકાશની જેમ સદા નિર્લેપ જ છે' તો તમામ વિભાવ પરિણામોમાં, વિકલ્પોમાં, નિર્મળ જ્ઞાનાદિના શુદ્ધ પર્યાયોમાં પણ સમભાવે નિર્લેપ અને ઉદાસીન રહેવાની આદત પડી જાય. આ જ તો ખરી જીવનમુક્તદશા છે. તેવી પરમોચ્ચ આત્મદશાને માણનાર યોગીને જ વાસ્તવમાં આત્મજ્ઞાની અને પ્રાજ્ઞ જાણવા. ઈન્દ્રિયસુખોમાં* દોષનું દર્શન કરવાથી આવનાર વૈરાગ્ય શદ્ધ નથી. લોકોને સન્માર્ગે લાવવાનો તે એક સરળ ઉપાય છે. ખરું કલ્યાણ *. विषमेऽपि समेक्षी यः, स ज्ञानी स च पण्डितः ।
जीवन्मुक्त: स्थिरं ब्रह्म, तथा चोक्तं परैरपि ।। (अध्यात्मसार १५।४२) જ ન ઢોષનÚદ્ધ વૈરાગ્યે વિપત્મિસુ |
मृदुप्रवृत्त्युपायोऽयं तत्त्वज्ञानं परं हितम् ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका - १०/२१)
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org