________________
જેમ ગોળ-ગોળ ફરવાનું રખડવાનું જ બાકી રહે છે. માટે કોરી ચર્ચા છોડીને શુદ્ધ આત્માને પ્રગટ કરવા લાગી જા. કેમ કે નયસાપેક્ષ કોઈ પણ ભેદભાવ પ્રગટ થયેલ શુદ્ધાત્મામાં રહેતા નથી. પવનથી ઉત્પન્ન થયેલા તરંગો સાગરમાં સમાઈ જાય છે તેમ નયજન્ય ભેદભાવો પ્રગટ થયેલ સસ્વરૂપ કેવલઅસ્તિત્વરૂપ શુદ્ધ આત્મામાં સમાઈ જાય છે, શાંત થઈ જાય છે.
નિશ્ચયનયમાં કે વ્યવહારનયમાં આત્મા નથી. આત્મા તો આત્મામાં જ છે, પોતામાં જ છે. આત્મા નિશ્ચયનયથી અને વ્યવહારનયથી માત્ર કહેવાય છે, ઓળખાવાય છે. નિશ્ચયથી કે વ્યવહારથી વિવિધ સ્વરૂપે, અલગ-અલગરૂપે આત્મા જણાવવાની પાછળ વકતાનો આશય છે શ્રોતાની વીતરાગદશા પ્રગટ કરવાનો. પોતાની પૂર્ણ વીતરાગદશા પ્રગટ થયા પછી, વીતરાગભાવમાં રહીને, વીતરાગ દ્વારા બતાવવામાં આવેલ નયવાદ, પ્રમાણવાદ, અનેકાન્તવાદ, સાપેક્ષ એકાંતવાદ વગેરે તત્ત્વો કેવળ જીવોની વીતરાગદશા પ્રગટ કરવા માટે છે, જ્ઞાનગર્ભિત ઝળહળતી વૈરાગ્યદશાને દઢ કરવા માટે છે, શુદ્ધઆત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે છે. કોરી ચર્ચા કરવા માટે નહિ. જે વાસ્તવમાં આત્માર્થી હોય તે ઉત્સર્ગ-અપવાદમાં, નિશ્ચય-વ્યવહારનયમાં ઉદાસીન રહે અને પરમોચ્ચ વિશુદ્ધ આત્મદશામાં આરૂઢ થાય.
જો કે આત્મા પરિણામી-અપરિણામી ઉભયસ્વરૂપ જ છે. પણ દ્રવ્યાર્થિક દષ્ટિએ અખંડ અપરિણામી સ્વરૂપ ઉપર મુખ્ય લક્ષ-રુચિ-લગાવ-લાગણી કેન્દ્રિત થતાં પર્યાયદષ્ટિમાન્ય પરિણામસ્વરૂપ ગૌણ થઈ જાય છે, શુદ્ધઅશુદ્ધ પરિણમન પ્રત્યે પણ ઉદાસીનભાવ આવી જાય છે. અપરિણામી સ્વરૂપને જોવાથી કાંઈ પરિણામ આત્મામાંથી નીકળી જતાં નથી. તે જઈને કયાં જાય? સ્વાનુભૂતિ પર્યાય, મુનિપર્યાય, સિદ્ધત્વ પર્યાય આત્માને છોડીને કયાં જાય? કયું જડ દ્રવ્ય તેને આશરો આપે? પર્યાયસ્વભાવના કારણે, પરિણામ સ્વરૂપના લીધે વિવિધ પ્રકારે કાયમ પરિણમન તો થતું જ રહેવાનું .. महासामान्यरूपेऽस्मिन् मज्जन्ति नयजा भिदाः ।
સમુદ્ર રૂવ વત્નોના પવનોન્માનિતા: || (મધ્યાત્મીપનિષત્ રાજ?) જ નિ વ્યવરે , ત્યવેત્ત્વા જ્ઞને નિ |
પાવરફ્લેષમારુઢી: શુદ્ધભૂમિમ્ II (જ્ઞાનસાર રૂરી)
૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org