________________
જીવંત સ્યાદ્વાદનું-અનેકાંતમય મોક્ષમાર્ગનું પારમાર્થિક પરિણમન કરાવવાની આંતર દૃષ્ટિએ તાત્ત્વિક ફળને લાવવાની દીર્ઘદ્રષ્ટિએ અને સ્થાયી ઝડપી સુંદર પરિણામ પ્રગટ કરવાની તત્ત્વદષ્ટિએ અહીં જણાવેલી વાતને વાસ્તવમાં પરમ શ્રદ્ધેય, શુદ્ધ અને તાત્ત્વિક જ જાણજે. “જેનો અંત સારો, જેનું ફળ સારું, તેનું બધું જ અપેક્ષાએ સારુ”- આ પ્રસિદ્ધ વાત તું કેમ ભૂલી જાય છે ?
લાંબા સમયથી વ્યવહારનયનો ઊંડો અભ્યાસ અને આદરપૂર્વક પરિશીલન કર્યા પછી જો તું શુદ્ધ નિશ્ચયદષ્ટિને નહિ સ્વીકારે, શુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિને નહિ પરિણમાવે તો સ્યાદ્વાદશાસનમાં તારો પરમાર્થથી પ્રવેશ કઈ રીતે થશે? અબ્રાન્ત રીતે અનેકાન્તવાદમાં પ્રવેશ કરવા માટે પણ ઉચિતપણે શુદ્ધ નિશ્ચય નય આદરવા લાયક છે. પોતાની ભૂમિકાને યોગ્ય બને તે રીતે શુદ્ધ નિશ્ચય* અને શુદ્ધ વ્યવહારના ઉચિત મિલન દ્વારા જ સ્યાદ્વાદમતમાં તારો પૂરેપૂરો પ્રવેશ થશે. ફકત એકને જ કાયમ પકડી રાખવામાં તો શુષ્ક જ્ઞાન અને ક્રિયાજડતા આવવાનું મોટું ભયસ્થાન રહેલું છે.- આ હકીકત પણ તું ભૂલતો નહિ.
પ્રસ્તુતમાં શુદ્ધ દ્રવ્યદષ્ટિ ઉપર ભાર આપ્યા વિના પર્યાયાસક્ત જીવની દૃષ્ટિ પર્યાય ઉપરથી ઉઠશે જ નહિ, દૃષ્ટિનું જોર ધ્રુવ સ્થિર આત્મદ્રવ્ય ઉપર જશે નહિ. સંવર-નિર્જરા પરિણામને ય જોતા રહેવાથી કે સ્વાનુભૂતિ વગેરે પર્યાયને જોવામાં રોકાવાથી પણ ધ્રુવ અસંગ આત્મદ્રવ્ય ઉપરનું જોર છૂટી જાય છે અને આ રીતે પણ પર્યાયદષ્ટિનું જોર વધતાં શાંત-સ્થિરનિષ્ક્રિય-કૃતકૃત્ય-પૂર્ણ શુદ્ધ ધ્રુવ અસંગ આત્મદ્રવ્ય લક્ષની બહાર નીકળી જાય છે. તેથી પ્રીતિ-ભક્તિ-વચન અનુષ્ઠાનથી ભાવિત થયેલી પરિણતિવાળા પ્રાજ્ઞસાધકે અવસરોચિત રીતે પરમ ઉદાસીન આત્મસ્વભાવમાં જ ઠરી જવું. તો જ અસંગ અનુષ્ઠાનની ભૂમિકા વાસ્તવમાં તૈયાર થાય અને મોક્ષસુખની અહીં ઝાંખી અનુભૂતિ થાય.
પર્યાયદૃષ્ટિથી આત્માને જોવો એ અખંડ અમલ અસંગ અવિનાશી આત્માનું અપમાન છે. શુદ્ધ પરિણતિ દ્વારા આત્માને શુદ્ધ બતાવવો એમાં *. परस्पर सापेक्षास्तु सुनयाः । तैश्च परस्पसापेक्षैः समुदितैरेव सम्पूर्ण जिनमतं भवति,
नैकैकावस्थायाम् । (अनुयोगद्वारसूत्र-नयप्रमाण-मलधारवृत्ति-सूत्र-१४५ । पृ. २१२) .. विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । (अध्यात्ममतपरीक्षा गा. १८० वृत्ति)
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org