________________
તો આત્માની હીનતા થાય છે. સ્ત્રી દ્વારા સમાજમાં પુરુષની ઓળખાણ કરાવવી એ તો પુરુષ માટે કલંક છે. માટે સંસાર-મોક્ષ વગેરે પર્યાયનો પણ કેવળ અસંગ સાક્ષી માત્ર બની રહે, બંધ-નિર્જરા પરિણામનો પણ માત્ર નિર્વિકલ્પ દેણ બની રહે. “પરમાર્થદષ્ટિએ આત્મામાં કર્મબંધ કે કર્મનિર્જરા કશું ય થતું નથી'- આ જ વાતને સતત લક્ષગત કરજે. કારણ કે નિર્જરા વગેરે પર્યાયમાં જ કાયમ જોર આપવા જઈશ તો સ્વદ્રવ્યસ્વભાવ ઉપર પૂરતું જોર આપી નહિ શકાય. અરે ! કેવલ મુક્તિ પર્યાયમાં તારું અસ્તિત્વ-તાદામ્ય પૂર્ણપણે માનીશ તો પણ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત શક્તિ વગેરે અન્ય અનંત નિર્મળ પર્યાયધારા વિધવા બની જશે ! એ શું ખ્યાલમાં નથી આવતું ?
જો શુભ-અશુભ પર્યાયને જ ભાળ્યા કરીશ, શુદ્ધ પર્યાયને પણ જોઈને હરખાયા કરીશ તો તું પોતે તારી દષ્ટિનો અખંડપણે-સમગ્રતયા વિષય બની નહિ શકે. અને પૂર્ણતયા તું તને પોતાને જુએ નહિ, અખંડ આત્મદ્રવ્યને ઉપાદેયપણે અનુભવે નહિ ત્યાં સુધી પર્યાયની પરિપૂર્ણ શુદ્ધિ શકય જ નથી. નિરુપાધિક આત્મસ્વભાવમાં, શુદ્ધ આત્મદ્રવ્યમાં રુચિ-શ્રદ્ધા-પરિણતિદષ્ટિ સ્થિર થતાં જ નિર્મળ પર્યાયો આપમેળે ખીલતા જાય છે, ખુલતા જાય છે, વિભાવદશા-વિભાવપરિણામો પોતાની મેળે રવાના થતા જાય છે. માટે પર્યાય માત્ર પ્રત્યે ઉદાસીન બનીને, શુદ્ધ પર્યાયની પણ દરકાર કર્યા વિના તું તારા શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિર થા.
જેમ સાગરમાં મોજાં ઉછળે છે ને સમુદ્રમાં જ વિલીન થાય છે. પણ સાગરને મોજાંની કોઈ દરકાર હોતી નથી. ક્રમબદ્ધ એક પછી એક મોજા આવતા જાય, સાગરમાં સમાતા જાય. પણ સાગરને તેની કશી પરવા હોતી નથી. કારણ કે સાગરનું અસ્તિત્વ મોજાં વિના જોખમાતું નથી. પરંતુ સાગર વિના મોજાઓનું તો અસ્તિત્વ જ મટી જાય છે. સાગર તો પોતાના સ્વરૂપમાં મસ્ત રહે છે ને મોજાંઓ ક્રમબદ્ધ આપમેળે આવતા જ રહે છે. તેમ તારામાં શુભ-અશુભ શુદ્ધ પર્યાયના તરંગો પેદા થાય ને સમાઈ જાય તેની કશી દરકાર કર્યા વિના તું તારા મૂળભૂત આત્મદ્રવ્યમાં-ચૈતન્ય સામાન્યસ્વરૂપમાં મસ્ત રહે. ક્રમબદ્ધ પર્યાયો આપમેળે આવશે અને સમયપૂર્ણ .. तस्माद् ज्ञानमयः शुद्धस्तपस्वी भावनिर्जरा ।
शुद्धनिश्चयतस्त्वेषा, सदा शुद्धस्य कापि न ।। (अध्यात्मसार १८:१६५) ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org