________________
થયે સ્વયં રવાના થશે. તારામાં સમાઈ જશે. તેના અસ્તિત્વ વિના તારું અસ્તિત્વ લેશ પણ જોખમાતું નથી. પણ તારા વિના પર્યાયનું અસ્તિત્વ જરૂર જોખમાશે. માટે દેહાદિ બાહ્ય પર્યાય, રાગાદિ વિભાવપર્યાય કે નિર્જરા વગેરે અંતરંગ શુદ્ધ પર્યાયની ફિકર કર્યા વિના તું તારા શુદ્ધ આત્મદ્રવ્યમાંસામાન્યસ્વભાવમાં-ચિત્ સ્વભાવમાં-અસ્તિત્વમાત્રમાં મસ્ત રહે. ક્રમબદ્ધ પર્યાય આવે રાખે ને સમાયે રાખે. તેમાં તારે શું લેવા દેવા ? કિંમત સાગરની છે, મોજાંની નહિ. મૂલ્ય માલનું હોય, બારદાનનું નહિ. તેમ મહાકિંમતી-મહામૂલ્યવાન તો તારું શાશ્વત ચેતન દ્રવ્ય છે; ક્ષણભંગુર પરિવર્તનશીલ પર્યાયો નહિ.
બિંબની પાછળ પ્રતિબિંબ દોડે; પ્રતિબિંબની-પડછાયાની પાછળ તેને પકડવા બિંબ દોડે નહિ. ભલે બિંબ-પ્રતિબિંબ બધે સાથે જ રહે. તેમ છતાં પ્રતિબિંબનું અસ્તિત્વ બિંબને સાપેક્ષ છે. પરંતુ બિંબનું અસ્તિત્વ પ્રતિબિંબથી નિરપેક્ષ છે. તેમ પર્યાયો ભલે તારી સાથે ને સાથે રહે. પરંતુ શુભ-અશુભ-શુદ્ધ પર્યાયનું અસ્તિત્વ તારા આધારે છે પણ તારું અસ્તિત્વ ક્ષણભંગુર પર્યાયના આધારે નથી. ક્ષણિક પર્યાયોથી તું નિરાળો છે, શાશ્વત છે. તારું સ્વરૂપ તેનાથી જુદું જ છે. તું પર્યાયને બંધાયેલ નથી, પર્યાયને આધીન નથી. પર્યાયની જેમ તું પરવશ નથી. તું તેનાથી સ્વતંત્ર છે- એમ તારા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર તું ભાર આપ. તમામ પર્યાય પ્રત્યે ઉદાસીન બની જા. પર્યાયથી સરકીને શુદ્ધ આત્મદ્રવ્ય તરફ ઢળતો જા.
પોતાના શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર જોર આપ્યા વિના, પ્રબળ લક્ષ્ય રાખ્યા વગર તો નિજ શુદ્ધસ્વરૂપમાં કરી શકાતું જ નથી. તેના વિના તો કદાપિ પોતાની ક્ષયિક પૂર્ણ વીતરાગદશા પ્રગટ થાય તેવી કોઈ શકયતા જ રહેલી નથી. માટે નિજ શુદ્ધ વીતરાગઅવસ્થા ઝડપથી પ્રગટાવવાના આશયથી, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કાયમ વિશ્રાન્ત થવાના મુખ્ય ઉદેશથી, તમામ પ્રકારના વિભાવપરિણામો, ક્ષાયોપથમિક અધ્યવસાયસ્થાનો અને પ્રશસ્ત વિકલ્પ પ્રત્યે પણ પૂર્ણતયા ઉદાસીન બનવાના પાવન પ્રયોજનથી પ્રસ્તુતમાં શુદ્ધ નિશ્ચયનયનું, કેવલ દ્રવ્યાર્થિક દૃષ્ટિનું આલંબન લેવામાં આવે છે. માટે ફરીથી કહું છું કે નિશ્ચયાભાસ થવાનો અહીં કોઈ ડર નથી. સર્વનયમય જિનાગમમાં આધ્યાત્મિક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં પોતાની
રપ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org