________________
આત્મભૂમિકા મુજબ પ્રસ્તુત નયને માધ્યમ બનાવવામાં કોઈ દોષ નથી. અનાદિકાલીન પર્યાયદૃષ્ટિના જોરથી મુક્ત બનીને બળવાનપણે *શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ ઉપર ભાર આપવા માત્રથી જીવ સવળા માર્ગે આપમેળે ચાલે છે, મોક્ષમાર્ગ જીવમાં પરિણમવા માંડે છે, જીવ ક્ષપકશ્રેણીની નજીક ઝડપથી પહોંચી જાય છે, શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવા માંડે છે.
પ્રથમ દ્રવ્યદૃષ્ટિનું લક્ષ થાય છે. પછી નિરંતર ભક્તિ, સ્વાધ્યાય, આત્મભાન, ભગવત્ સ્મરણ, વૈરાગ્ય, ધ્યાનસાધના, ભેદજ્ઞાનનો જીવંત વ્યાપક અભ્યાસ, સાક્ષીભાવની સાધના વગેરેના બળથી શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું પરિણમન થતું જાય છે. આ જ તો ખરો જ્ઞાનયોગ છે. આમ અસંગઅપરિણામી આત્માનું જોર આપવા દ્વારા અનાદિકાલીન એકાંત પર્યાયદૃષ્ટિના બંધનમાંથી જીવને છોડાવીને વિભાવપર્યાયમાં નહિ પરિણમતા એવા શુદ્ધાત્મા તરફની શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પકડાવવી, યથાર્થ રીતે પરિણમાવવી એ છે જ્ઞાતાદૃષ્ટા ભાવની સાધનાનું તેરમું મહામૂલું પ્રયોજન.
વત્સ ! દ્રવ્યાર્થિકનયને સાંભળ્યો તો દ્રવ્યદૃષ્ટિ-શુદ્ધાત્મદૃષ્ટિ વધારવી. પર્યાયાર્થિક નયને સાંભળ્યો તો પર્યાયદષ્ટિની પ્રધાનતા ઘટાડવી. પર્યાયદષ્ટિએ જણાતા પર્યાયોનું ભેદજ્ઞાન કરવામાં, ક્ષણભંગુર પર્યાયોથી અવિનાશી આત્માની ભિન્નતા જાણવામાં મસ્ત બની જા. પર્યાયમાં ઉપાદેયદષ્ટિ તો વિભાવ અને સંકલ્પ-વિકલ્પની પરંપરાને લાવનારી છે; મલિનતા અને ચંચળતા વધારનારી છે. માટે જ પર્યાયને વળગવું એ મોહશાસન છે. શુદ્ધ આત્મસ્વભાવને પકડી રાખવો, કેવળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં વિશ્રામ કરવો એ જ જિનશાસન છે. માટે પરદ્રવ્ય-પર્યાયમાં ફેરફાર કરવાની, સ્વપર્યાયને સુધારવાની, પોતાની પરિણતિ સુધા૨વા માટે અન્ય સાધન શોધવાની-આ ત્રણેય ચિંતાને છોડી જે કાંઈ જણાય તેનાથી યથાર્થ જીવંત ભેદજ્ઞાન કરવા દ્વારા અખંડ ધ્રુવ આત્માને ઓળખવા લાગી જા, નિર્ભય થઈને શુદ્ધાત્માને પકડી લે.
सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगमधिकृतनयावलम्बनस्याऽदुष्टत्वात् ।
. ૪ર)
(उपदेशरहस्यवृत्ति
*. અનુપપ્તવસામ્રાજ્યે, વિસમાનરાયે ।
આત્મા શુદ્ધસ્વમાવાનાં, નનનાય પ્રવર્તતે । (અધ્યાત્મસાર ૧૮૦૮૨) ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः ।
આત્મસ્વમાવનિષ્ઠાનાં, ધ્રુવા સ્વસમયસ્થિતિઃ ।। (અધ્યાત્મોપનિષત્ રાર૬)
પર
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org