________________
જેમ સીનેમાના પડદા ઉપર જે દૃશ્યની ધમાલ ચાલે છે તેને જ જોવામાં સામાન્યથી પ્રેક્ષકવર્ગ લીન હોય છે. એ દૃશ્યો જેમાંથી ઊભા થાય છે તે પ્રોજેકટરની પટ્ટી ઉપર કોઈની નજર પ્રાયઃ જતી નથી. તેમ જ પટ્ટીમાં રહેલા દશ્યને પડદા સુધી લાવનાર પ્રકાશ તરફ, પ્રકાશના ઉદ્ગમ સ્થાન ઉપર તો પ્રાયઃ કોઈનું લક્ષ જ હોતું નથી. આ જ રીતે શરીર, ઈન્દ્રિય અને મનની દોડધામને જ રસપૂર્વક માણવામાં લોકો અટવાયેલા હોય છે. એ દોડધામ જેના કા૨ણે ઊભી થાય છે તે કર્મ, પ્રાચીન સંસ્કાર વગેરે તરફ તો પ્રાયઃ કોઈનું લક્ષ જ નથી હોતું. અને આગળ વધીને તે કર્મ, કુસંસ્કાર વગેરે જેના માધ્યમથી દેહ-ઈન્દ્રિય વગેરે ઉપર અસર બતાવે છે તે ચેતના તરફ તો ભાગ્યે જ કોઈની દૃષ્ટિ હોય છે. રાગાદિનું સંવેદન કે સંકલ્પ-વિકલ્પનો અનુભવ થાય ત્યારે જેના લીધે વેદન થાય છે તે ચેતના તરફ પ્રાયઃ બધા દુર્લક્ષ જ સેવે છે. તેમ જ તે ચેતના પણ જેમાંથી પ્રગટે છે તે ત્રિકાળશુદ્ધ આત્મતત્ત્વ ઉપર તો ભાગ્યે જ કોઈનું લક્ષ જાય છે. તેના ઉપર લક્ષ્ય જાય તો પર્યાયમાં ફેરફાર કરવાની ભૂતાવળ શમી જાય; પરિણામમાં તોડફોડ કરવાની નાદાની રવાના થાય. જેમ નાપસંદ દશ્ય પડદા ઉપર દેખાય ત્યારે પડદો ફાડી નાખવો એ ગાંડપણ છે. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપઘાત કરીને શરીરાદિને ખલાસ કરવા પ્રયાસ કરવો એ પણ મૂર્ખામી જ છે. જે પ્રાજ્ઞ છે તેને બરાબર ખ્યાલ હોય છે કે પડદા ઉપર ભયરસ, શૃંગારરસ, હાસ્યરસ, કરુણરસ કે બીભત્સરસને ઉપસાવતું કોઈ પણ દશ્ય પ્રકાશને વિકૃત નથી કરતું. પ્રકાશ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. તેમ તમામ પ્રકારના કર્મોદયમાં, કર્મોદયજન્ય સર્વકાલીન-સર્વક્ષેત્રીય એવી બાહ્ય-આંતર પરિસ્થિતિના અનુભવમાં પણ ઉપયોગ-ચેતના-જ્ઞાનસ્વભાવ કદિ વિકૃત થવાની શકયતા નથી. ચૈતન્ય સદા પોતાના સ્વરૂપમાં જ રહે છે.
આ હકીકત હાર્દિક સ્તરે સ્વીકૃતિમાં આવે ત્યારે પડદાને (દેહાદિને) ફાડવાનો કે દૃશ્યને (બાહ્ય-આંતર પરિસ્થિતિને) બદલવાનો પ્રયત્ન સ્વરસતઃ થઈ જ ના શકે. આ ભૂમિકાએ પહોંચવા માટે કર્મજન્ય દૈહિક વગેરે પ્રવૃત્તિ, વિભાવ અને વિકલ્પની દોડધામ ચાલતી હોય ત્યારે પણ દષ્ટિ-રુચિ-લક્ષ તો કેવળ ચેતના ઉપર, ઉપયોગ ઉપર જ કેન્દ્રિત જોઈએ. અને આગળ વધીને તે ચેતનાઉપયોગ જેમાંથી પ્રગટે છે તે આત્માને પકડવાનો પ્રયત્ન થવો જોઈએ.
जेण विजाणति से आता, तं पडुच्च पडिसंखाए । ( आचारांग १/५/५/१७१)
Jain Education International
For Private & Personal Use Only
૨૫૩
www.jainelibrary.org