________________
જેમ સૂર્યમાંથી પ્રકાશ નીચે આવે તે સમયે સૂર્યકિરણોમાં પ્રકાશકપણું હોવા છતાં તેને પકડવાના બદલે તે જેમાંથી પ્રગટ થાય છે તે પ્રકાશપુંજસ્વરૂપ સૂર્ય તરફ જ ચક્રવાક પક્ષીનું લક્ષ હોય છે. તેમ પ્રશસ્ત રાગાદિનું વેદન કરનાર ક્ષાયોપથમિક જ્ઞાન તરફ પણ લક્ષ રાખવાના બદલે તે ક્ષાયોપથમિક જ્ઞાન જેમાંથી પ્રગટ થાય છે તે જ્ઞાનના અખંડ-અસંગ પિંડસ્વરૂપ આત્મા તરફ જ પ્રબળ લક્ષ રાખવાનું છે. તેને જ પકડવાનો, અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. ક્ષાયોપથમિક જ્ઞાન તો ક્ષણભંગુર, પરિવર્તનશીલ, અપૂર્ણ ને અશુદ્ધ એવો પર્યાય છે. તેને વળગવાથી કે તેમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાથી શું લાભ ? તે જેમાંથી પ્રગટે છે તે જ્ઞાનપિંડમાં-જ્ઞાનસ્વભાવમાંશુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં-જ્ઞાનસામાન્યમાં જ પોતાનું અસ્તિત્વ-સ્વામિત્વ-તાદાભ્ય સ્થાપિત કરવાનો સતત સર્વત્ર અંતરંગ સમ્યફ પ્રયાસ થવો જોઈએ.
સમ્યમ્ દષ્ટિ હોય તે જ્યારે પણ પાંચ ઈન્દ્રિય દ્વારા પદ્રવ્ય કે પરપર્યાયને જાણે-જુએ-અનુભવે, પોતાના પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિ પરિણામોને અનુભવે, પોતાના શુદ્ધ પર્યાયોને અનુભવે ત્યારે પણ ઉપાદેયપણે તેનું લક્ષ-પ્રણિધાન તો કેવળ શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ઉપર જ કેન્દ્રિત થયેલ હોય છે. તેથી એકલા પરપર્યાયને જોતી વખતે સમકિતી જીવો પરસમયસ્વરૂપે નથી બનતા. પોતાના વિભાવપરિણામો કે નિર્મળપર્યાયને વેચવા છતાં સ્વપરઉભયસમયસ્વરૂપ તેઓ બનતા નથી. પરંતુ કેવલ “સ્વસમયરૂપે જ ટકી રહે છે. ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્યની રુચિ-પ્રીતિ-પ્રતીતિ-અનુભૂતિ સમકિતીના અંતરમાં નિરંતર છવાયેલી હોય છે. તેના પ્રભાવે જ તેઓ સ્વસમરૂપે મટી શકતા નથી, પરસમયરૂપે પરિણમતા નથી.
નિર્મળ સમકિતીની આ ઉચ્ચ આત્મદશાને નજર સમક્ષ રાખીને જેનામાં સતત ઉપાદેયપણે આત્માને જોવાનું દઢલક્ષ અને પ્રબળરુચિ પ્રગટે, અખંડ અમલ અસંગ આનંદમય આત્મદ્રવ્ય ઉપર અંતરંગ આકર્ષણ-લગાવ-ખેંચાણજોડાણ ઊભું થાય, સ્વભાવને પકડવાના લક્ષથી વિકલ્પદશાને ઓળંગી જે બળવાનપણે આત્માને ગ્રહણ કરે, માત્ર આત્માને જ પકડે, (તે માટે કોઈ પણ વિચાર, વર્ણ, આકૃતિ, શબ્દ કે વિકલ્પનો પણ આધાર નહિ જ, શુદ્ધ પર્યાયમાં પણ આશ્રયબુદ્ધિ તો નહિ જ) કેવળ આત્માનો જ આશ્રય .. परसमओ उभयं वा सम्मद्दिट्ठिस्स ससमओ ।
(મનુયોગદ્વારસૂત્ર-૨૪૬, મનઘારવૃત્તિ તપાવર . રરૂ8) ૨૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org