________________
કરે, સાધકપણાના ઉત્કૃષ્ટ શુભ-શુદ્ધ પર્યાયનું વેદન થવા છતાં આશ્રય માત્ર આત્માનો જ કરે તે પોતે શુદ્ધાત્મરૂપે-શુદ્ધચૈતન્યસ્વરૂપે -સિદ્ધસ્વભાવે પરિણમી જાય છે. આ વસ્તુસ્થિતિ છે. આ જ તાત્ત્વિક અને ટૂંકો મોક્ષમાર્ગ છે. તથા નિર્ભયતાપૂર્વક શુદ્ધાત્મા પકડાવવા માટે ભેદવિજ્ઞાનદિષ્ટ પકડાવી જરૂરી છે. એ ભેદજ્ઞાનને સહજ-સ્વાભાવિક બનાવવા માટે જ્ઞાતા-દષ્ટાસ્વભાવને આત્મસાત્ કર્યા વિના છુટકો જ નથી. શુદ્ધાત્મા પકડાવવાના, પરિણમાવવાના આશયથી ભેદવિજ્ઞાનને સ્વાભાવિક બનાવવું એ છે જ્ઞાતાદેષ્ટાભાવની સાધનાનું ચૌદમું રામબાણ પ્રયોજન. જ્ઞાતા-દષ્ટા સ્વભાવ ઉપર લક્ષ હોય તો ભેદજ્ઞાન સ્વાભાવિક બનતું જાય, શુદ્ધ આત્મા પ્રગટતો જાય.
વત્સ ! જ્ઞાતા-દષ્ટાભાવમાં વાસ્તવિક રીતે ટકી રહેવા માટે ‘મારે જાણવું છે' આવો ખ્યાલ પણ છોડી દેજે, કારણ કે તેમાં પણ જ્ઞાનવિષયક સ્થૂલ કર્તૃત્વ આવે છે. ‘હું જાણું છું' એવો ખ્યાલ પણ પકડી નિહ રાખતો. કેમ કે તેમાં જ્ઞાનવિષયક સૂક્ષ્મ કર્તૃત્વભાવ છૂપાયેલો છે. આ બન્ને પ્રકારના ખ્યાલને અને જ્ઞાનગોચર સ્થૂલ-સૂક્ષ્મ કર્તૃત્વભાવને છોડવા માટે તેનાથી પણ ભેદજ્ઞાન કરતો રહેજે. અને એ વિકલ્પાત્મક ભેદજ્ઞાન પણ તારું સ્વરૂપ નથી. એવી અંતરમાં જાગૃતિ રાખજે. ક્યાંય વળગી પડતો નહિ, ક્યાંય રોકાતો નહિ. ‘પર્યાયને જાણવા છે', ‘પર્યાયને જાણું છું' આવા ભાવને બદલે ‘માત્ર શુદ્ધ-અશુદ્ધ પર્યાય જણાય છે.’- એવી હાર્દિક સહજ સમજણ દ્વારા જ આગળ વધાશે. સ્વ-પરના પર્યાય જણાવાથી-દેખાવાથી કાંઈ રાગાદિ થતા નથી કે આત્મસ્વભાવના કારણે રાગાદિ થતાં નથી. પરંતુ ‘આ મને અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે'- આવા તુચ્છ અને કાલ્પનિક ઈષ્ટઅનિષ્ટપણાના ભાવ કરવાથી, તેવા ભાવમાં ભળવાથી પરિણતિમાં રાગાદિ ઊભા થાય છે. તમામ કલ્પનાઓ રવાના થતાં ઈષ્ટ-અનિષ્ટપણાના સંકલ્પવિકલ્પો ક્ષીણ થાય છે.
લૌકિકધર્મ, પ્રાથમિકધર્મ અને ક્રિયાધર્મ નિમિત્તપ્રધાન હોવા છતાં પણ લોકોત્તરધર્મ-ભાવધર્મ તો ઉપાદાનપ્રધાન જ છે. નિમિત્તદૃષ્ટિનો અપલાપ ન હોવા છતાં પણ મોક્ષમાર્ગમાં તો ઉપાદાનદૃષ્ટિની જ મુખ્યતા સ્વીકારવામાં આવેલ છે. કારણ કે ઉપાદાનદૃષ્ટિની પ્રધાનતા સ્વીકારાય તો જ અન્ય
*. विकल्पकल्पितं तस्माद् द्वयमेतन्न तात्त्विकम् । विकल्पोपरमे तस्य, द्वित्वादिवदुपक्षयः ॥
Jain Education International
(અધ્યાત્મસાર ઊડ)
For Private & Personal Use Only
૨૫૫
www.jainelibrary.org