________________
જીવો પ્રત્યે રાગ-દ્વેષ-કામ-ક્રોધ વગેરે પરિણામો ન જાગે. બીજા જીવોના નિમિત્તે મોક્ષમાર્ગના યાત્રીએ મલિન પર્યાયને અનુભવવા ન હોય તો ઉપાદાનદષ્ટિની મુખ્યતા કર્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. બીજાને આરોપીના પાંજરામાં રાખવાનું, બીજાના દોષ જોવાનું મોક્ષમાર્ગમાં કયારેય કર્તવ્યરૂપ બનતું જ નથી.
આ રીતે કેવળ ચરમાવર્તકાળમાં જ મળનારી તાત્ત્વિક-પારમાર્થિક ઉપાદાનદષ્ટિ જ્યારે પરિણમી જાય ત્યાર બાદ કેવળ કર્મોદયના લીધે, નિયતિ વગેરેના સહારે બહારમાં સારા-નરસા નિમિત્ત મળવા એ તારો ગુનો બની શકતો નથી. નિમિત્તવશ સારા-નરસા વિકલ્પ થવા એ પણ ત્યારે એકાંતે તારો અપરાધ નથી. આ ભવમાં કે પરભવમાં “પૂર્વે જે મુજબ બંધાયેલ છે, નક્કી થયેલ છે, તે મુજબ મનમાં ‘હું ખાઉં, પીઉં, ભણું, બોલું, સૂઈ જાઉં’ એમ સારા-નરસા વિકલ્પો તો કર્મવશ ઊભા થવાના જ. દ્રવ્યમન કાંઈ હમણાં હટી શકે તેમ નથી. તથા કર્મ તો ઉન્માર્ગમાં રહેલ જીવને પણ સન્માર્ગે પ્રવર્તાવે અને કયારેક મોક્ષમાર્ગમાં રહેલ સાધકને પણ ઉન્માર્ગે પ્રવર્તાવે. કારણ કે બાહ્ય પરિસ્થિતિ ઉપર કર્મનું વર્ચસ્વ છે.
પરંતુ જો કર્મોદયમાં આત્મા ભળે નહિ તો કર્મથી આત્માનું કશું બગડતું નથી. બધું જણાય ભલે. પણ ઉપાદેયષ્ટિ માત્ર આત્મતત્ત્વ ઉપર જ રહેવા દેવી. માટે કર્મજન્ય નિમિત્ત, નિમિત્તજન્ય વિકલ્પ અને દ્રવ્યમનથી તારે ગભરાવું નહિ. પરંતુ કર્મજન્ય બાહ્ય-આંતરિક વર્તમાન પરિસ્થિતિના સમયે અસંગ આત્માનું ભાન ભૂલીને જોવા-જાણવાના સંકલ્પ-વિકલ્પ કરવા તથા નિમિત્તજન્ય વિકલ્પની સાથે અભિન્ન બની, એકાકાર બની, વિકલ્પના માલિક બની ઈષ્ટ-અનિષ્ટપણું કરવું, તેમાં તણાયે જ રાખવું, તેની જ પુનઃ પુનઃ સ્વરસતઃ સ્પૃહા કરવી એ જરૂર અપરાધ છે, એ તારો જ અપરાધ છે.
બાહ્ય વ્યક્તિના દર્શને રંજિત થઈ જવું એ તો કેવળ રાગનું કાર્ય છે. એમાં બિલકુલ આત્મપુરુષાર્થ-જ્ઞાનપુરુષાર્થ નથી. પરંતુ અંદ૨માં અદૃશ્ય દ્રષ્ટાને દૃશ્યમાન કરવો એ જ પારમાર્થિક જ્ઞાનપુરુષાર્થ છે. આ હકીકત
4. यद्येन विहितं कर्माऽन्यस्मिन्निहापि वा ।
वेदितव्यं हि तत्तेन निमित्तं हि परो भवेत् ॥
> विधिर्नयति मार्गेणाऽमार्गस्थमपि कर्हिचित् ।
कदाचिन्मार्गगमपि विमार्गेण प्रवर्तयेत् ।। (योगशास्त्रवृत्ति - १।१३ / ५२ )
તદ્દે હામે ન પત્થના || (સૂત્રતાન શelરૂર)
૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org