________________
લક્ષમાં રાખી, બેમર્યાદ દોષોને બાળવા માટે, દોષના અનુબંધો ટાળવા માટે, કર્મનિર્જરા માટે, રાગ-દ્વેષ ટાળીને, આત્મભાવે આત્મામાં રહીને મનમાં દેખાતા-અનુભવાતા સારા-નરસા મનતરંગને પરમાર્થથી આત્મભિન્ન જાણવા દ્વારા, અસંગ ભાવે જોવા દ્વારા ઈષ્ટાનિષ્ટકલ્પના ટળી જાય છે. આ છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું પંદરમું બહુમૂલ્ય પ્રયોજન.
જ્ઞાતા-દેષ્ટા સ્વભાવમાં જામી જવાનો નશો એક વાર ચઢી જાય તો સર્વત્ર આત્મા-શુદ્ધ ચેતનતત્ત્વ જ નજરાયા કરે. રાગાદિ વિભાવપરિણામ અને વિકલ્પો પ્રત્યે તેની નજર ઠરે જ નહિ. શુદ્ધ આત્મતત્ત્વ તરફ જ તેની પરિણતિ ખેંચાયા કરે. તેથી દષ્ટિ-પરિણતિ-ઉપયોગ-શ્રદ્ધા... બધું જ આપમેળે સહજપણે શુદ્ધ થતું જાય. અને અંતરમાં એક જ લક્ષ–ધ્યેય પ્રબળપણે નિશ્ચિત થતું જાય કે ‘મૂળ સ્વભાવે હું સંપૂર્ણ છું. ઝળહળતા ચૈતન્યથી ભરેલો છું. જ્ઞાન, દર્શન, ચારિત્રથી પૂર્ણ છું. શુદ્ધિ અને પરમાનંદથી પરિપૂર્ણ છું. મારે પૂર્ણપણે પરિણમી જવું છે.’ આમ પૂર્ણતાના લક્ષે સાધનાની શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તે જ મોક્ષપુરુષાર્થ છે. માટે વેદ્યસંવેદ્યપદમાં આવનાર અને તેમાં જ પ્રતિક્ષણ રહેનાર સમકિતી જીવો જ પરમાર્થથી મોક્ષમાર્ગે ચઢેલા છે. પૂર્ણ આત્મસ્વરૂપને પ્રગટ કરી તેમાં જ સદા પૂર્ણતયા વિશ્રાન્તિ કરવાના આ મૂળભૂત લક્ષમાં વિઘ્નભૂત થતા ભાવો-કર્મો-અનુબંધો વગેરેને પારમાર્થિક ભેદવિજ્ઞાનની સમજણ દ્વારા, સાક્ષીમાત્ર અસંગ શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર પોતાની દૃષ્ટિ કેન્દ્રિત કરવા દ્વારા મૂળમાંથી ઉખેડીને દૂર કરવા એ છે જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનું સોળમું મૌલિક પ્રયોજન.
જોના૨ એવા આત્માને પડતો મૂકીને બહારમાં જે દેખાય છે તેને જ જોવાની જે કુટેવ પડી છે તેને નિર્મૂળ કરવી તે છે આ સાધનાનું સતરમું પ્રયોજન. માટે તમામ પ્રસંગમાં જાણનારને-જોનારને જોવો. એવી પોતાની ભૂમિકા ન હોય અને એ ન ફાવે તો ‘હું આત્મા છું, આ પર છે’ એવો બોધ રાખીને પરને પરસ્વરૂપે, સ્વભિન્નરૂપે જોવા-જાણવા. આત્મભાન રાખી પરને અસંગભાવે જાણ્યા-જોયા કરે તો આત્મા બંધાય નહિ. યથાર્થપણે જાણવું, અસંગપણે જોવું અને ઉપાદેયપણે સ્વાત્મામાં સહજતઃ સ્થિર રહેવું. * बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि क्वचित् ।
निवृत्तिरिव नो दुष्टा, योगानुभवशालिनाम् ॥ ( अध्यात्मसार ५ / २२ )
Jain Education International
For Private & Personal Use Only
૨૫૭
www.jainelibrary.org