________________
આ જ છે પારમાર્થિક જ્ઞાન, દર્શન, ચારિત્ર. આ છે આત્મસ્વભાવ. આવા આત્મસ્વભાવને અનુસરીને, પરપીડાપરિહારપૂર્વક જે કાંઈ પ્રવૃત્તિ થાય તે સ્વનિમિત્તે કોઈને પણ કર્મબંધકારક ન બને.
“વાસ્તવમાં મારે પરમાં તો જોવાનું છે જ નહિ. જગતને જાણું છું. માટે જ્ઞાતા નથી. પણ અંદરમાં જે જાણનાર તત્ત્વ છે એને જાણું છું, મારું છું, અનુભવું છું, વંદું છું. માટે હું જ્ઞાતા છું. જગતને જાણવામાં મને કોઈ રસ નથી. જેમાં જેને રસ હોય તે જ તેને દેખાય, ત્યાં જ વારંવાર ઉપયોગ જાય. મારે તો બહારમાં જે જણાય છે તે ન જણાવા બરોબર છે. કારણ કે તેના પ્રત્યે હું પૂરેપૂરો ઉદાસ છું. પરને જાણવાથી મને આંશિક પણ લાભ નથી. જગતને મારે જોવું જ નથી. વિકલ્પને પણ જાણવા નથી. મારા જ્ઞાનમય નિર્મળ સ્વરૂપને જાણવા માટે, અનુભવવા માટે વિકલ્પની પણ જરૂર નથી. આવું સ્વસંવિદિત નિર્વિકલ્પ ધ્રુવ ચૈતન્ય તત્ત્વ એ જ હું. જગતને જાણવા છતાં માણે માત્ર પોતાના ચિદાનંદમય સ્વરૂપને, પરિણમે કેવળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપે એ હું”- આવા લક્ષથી તમામ પ્રસંગમાં જ્ઞાતાદૃષ્ટાસ્વભાવને કેળવવા આંતરિક પુરુષાર્થ ઉપાડવો. આગળ વધતાં “હું મને જાણું છું’– એવો પણ વિકલ્પ જાય ત્યારે સ્વાનુભૂતિ થાય.
પરને જાણવા જ્ઞાન તત્પર બને એ તો અજ્ઞાનીના ઘરની વાત છે. પર પદાર્થ સામેથી નિર્મળ જ્ઞાનમાં જણાવા આવે તો પણ તેનાથી પૂર્ણપણે ઉદાસીન બની માત્ર પોતાના ચિન્મય-જ્ઞાનમય સ્વરૂપમાં ઉપાદેયપણે આસન સહજતઃ જમાવી દેવું એ છે આત્મજ્ઞાનીની ઉચ્ચદશા. આવી દશામાં આરૂઢ થતાં નિર્મળ સ્થાયી સ્વાનુભૂતી પ્રગટ થાય છે. મનાતીત સ્વાનુભવના અવસરે પોતાનું અતિનિકટ શરીર પણ કાલ્પનિક જેવું લાગે છે. શરીર પોતાનાથી છુટું-અલગ પડી ગયું હોય, બળી ગયું હોય, ઉડી ગયેલ હોય, સાવ ઓગળી ગયેલ હોય અને પોતાની અંદર ઝળહળતું ચૈતન્ય સ્કુરાયમાન થતું હોય તેમ અનુભવ થાય છે. બાહ્ય જગત, શરીર, ઈન્દ્રિય અને મન પણ સાવ ભૂલાઈ જાય છે. તો બાહ્ય વિષયો કે વિષયનિમિત્તક પરિણામોમાં તો પારમાર્થિકપણાની બુદ્ધિ થઈ શકે જ કઈ રીતે ?
આ હકીકતને મનોગત કરીને, કર્મવશ ઉપયોગ કદાચ બહારમાં જાય .. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । __ अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् । (योगशास्त्र १२/१२) રપ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org