________________
તો પરદ્રવ્ય અને પરપરિણામ જણાવા છતાં તેના ઉપર લક્ષ લેશ પણ નથી રાખવાનું આટલું નક્કી રાખ. જોવાનું છે માત્ર પોતામાં. તારા પર્યાયમાં જોવાની છે તારી વર્તમાન પ્રગટ યોગ્યતા અને આત્મદ્રવ્યમાં જોવાનું છે સ્વયંભૂધ્રુવસામર્થ્ય. આમ દ્રવ્ય-પર્યાયનો યથાર્થ નિર્ણય કર્યા પછી આત્મલક્ષ છોડ્યા વિના, વર્તમાન પ્રગટ યોગ્યતાપ્રધાન બની, સિદ્ધસ્વરૂપની છાયા ઝળહળતી હોય તેવું ઊંચું પવિત્ર સાધકજીવન જીવી જવું એ છે જ્ઞાતાદિષ્ટાભાવની સાધનાનું અઢારમું મૂળભૂત પ્રયોજન.
મતલબ એ છે કે જ્ઞાતાદાભાવનો અભ્યાસ કાંઈ પોતાની ભૂમિકાને યોગ્ય તપ-ત્યાગ-સ્વાધ્યાય-ભક્તિ આદિ સત્ સાધન છોડાવવા માટે નથી. પરંતુ એ સાધનને શુદ્ધ કરવા માટે છે. જ્ઞાતાદૃષ્ટાભાવના પરિશીલન દ્વારા શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગ છોડવાના નથી. પરંતુ શુદ્ધ કરવાના છે, પરિપક્વ કરવાના છે, આત્મસાત્ કરવાના છે. પ્રસ્તુત અસંગ સાક્ષીભાવના પરિશીલન દ્વારા, તટસ્થ જ્ઞાતાદૃષ્ટાભાવના ઊંડા અને પ્રબળ અભ્યાસ દ્વારા જ્ઞાનયોગ પરિપક્વ બને ત્યારે જેમ સુગંધ ચંદનથી છૂટી પડતી નથી તેમ પોતાની ભૂમિકાને યોગ્ય એવા કાયોત્સર્ગ-ધ્યાન-યતના વગેરે સત્ સાધનો પણ આત્મજ્ઞાનીથી અલગ-પડતા નથી. પણ તેના જીવનમાં અસંગપણે સહજતઃ વણાઈ જાય છે, અસંગદશાએ પહોંચી જાય છે, આત્મસાત્ થઈ જાય છે. આ વાત ક્યારેય ભૂલતો નહિ. બાકી કેવળ મલિન વિભાવદશામાં જ રખડવાનું થશે.
વત્સ ! બીજી એક બાબતને તું ખાસ ધ્યાનમાં રાખી લે કે “મારે મોક્ષે જવું છે'- એમ હોઠથી બોલવા છતાં અને મનમાં એવો ઉપલક આશય રાખવા છતાં “કાયાથી હું ભિન્ન છું' એવા આંતરિક દઢ ભાન વગર “મારે કાયાથી જીવહિંસા નથી કરવી...આવા વિચારથી દયા-જયણાદિ થાય તે ધર્મપુરુષાર્થ. જ્યારે “હું દેહભિન્ન આત્મા છું' એવા ભાનસહિત જિનાજ્ઞા મુજબ પ્રવર્તતી કાયામાં અસંગ ભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ, સાક્ષીભાવ ટકાવી રાખવો એટલે મોક્ષપુરુષાર્થ.
હું શબ્દનો સ્વામી નથી” એવા બોધ વિના જીભનું શુભમાં પ્રવર્તન અને અશુભમાંથી નિવર્તન થવું તે ધર્મપુરુષાર્થ. “હું જડ એવા શબ્દનો .. ज्ञानस्य परिपाकाद्धि क्रियाऽसङ्गत्वमङ्गति । _न तु प्रयाति पार्थक्यं चन्दनादिव सौरभम् ॥ (अध्यात्मोपनिषद-३।१)
રપ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org