Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ જેમ સૂર્યમાંથી પ્રકાશ નીચે આવે તે સમયે સૂર્યકિરણોમાં પ્રકાશકપણું હોવા છતાં તેને પકડવાના બદલે તે જેમાંથી પ્રગટ થાય છે તે પ્રકાશપુંજસ્વરૂપ સૂર્ય તરફ જ ચક્રવાક પક્ષીનું લક્ષ હોય છે. તેમ પ્રશસ્ત રાગાદિનું વેદન કરનાર ક્ષાયોપથમિક જ્ઞાન તરફ પણ લક્ષ રાખવાના બદલે તે ક્ષાયોપથમિક જ્ઞાન જેમાંથી પ્રગટ થાય છે તે જ્ઞાનના અખંડ-અસંગ પિંડસ્વરૂપ આત્મા તરફ જ પ્રબળ લક્ષ રાખવાનું છે. તેને જ પકડવાનો, અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. ક્ષાયોપથમિક જ્ઞાન તો ક્ષણભંગુર, પરિવર્તનશીલ, અપૂર્ણ ને અશુદ્ધ એવો પર્યાય છે. તેને વળગવાથી કે તેમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાથી શું લાભ ? તે જેમાંથી પ્રગટે છે તે જ્ઞાનપિંડમાં-જ્ઞાનસ્વભાવમાંશુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં-જ્ઞાનસામાન્યમાં જ પોતાનું અસ્તિત્વ-સ્વામિત્વ-તાદાભ્ય સ્થાપિત કરવાનો સતત સર્વત્ર અંતરંગ સમ્યફ પ્રયાસ થવો જોઈએ. સમ્યમ્ દષ્ટિ હોય તે જ્યારે પણ પાંચ ઈન્દ્રિય દ્વારા પદ્રવ્ય કે પરપર્યાયને જાણે-જુએ-અનુભવે, પોતાના પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિ પરિણામોને અનુભવે, પોતાના શુદ્ધ પર્યાયોને અનુભવે ત્યારે પણ ઉપાદેયપણે તેનું લક્ષ-પ્રણિધાન તો કેવળ શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ઉપર જ કેન્દ્રિત થયેલ હોય છે. તેથી એકલા પરપર્યાયને જોતી વખતે સમકિતી જીવો પરસમયસ્વરૂપે નથી બનતા. પોતાના વિભાવપરિણામો કે નિર્મળપર્યાયને વેચવા છતાં સ્વપરઉભયસમયસ્વરૂપ તેઓ બનતા નથી. પરંતુ કેવલ “સ્વસમયરૂપે જ ટકી રહે છે. ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્યની રુચિ-પ્રીતિ-પ્રતીતિ-અનુભૂતિ સમકિતીના અંતરમાં નિરંતર છવાયેલી હોય છે. તેના પ્રભાવે જ તેઓ સ્વસમરૂપે મટી શકતા નથી, પરસમયરૂપે પરિણમતા નથી. નિર્મળ સમકિતીની આ ઉચ્ચ આત્મદશાને નજર સમક્ષ રાખીને જેનામાં સતત ઉપાદેયપણે આત્માને જોવાનું દઢલક્ષ અને પ્રબળરુચિ પ્રગટે, અખંડ અમલ અસંગ આનંદમય આત્મદ્રવ્ય ઉપર અંતરંગ આકર્ષણ-લગાવ-ખેંચાણજોડાણ ઊભું થાય, સ્વભાવને પકડવાના લક્ષથી વિકલ્પદશાને ઓળંગી જે બળવાનપણે આત્માને ગ્રહણ કરે, માત્ર આત્માને જ પકડે, (તે માટે કોઈ પણ વિચાર, વર્ણ, આકૃતિ, શબ્દ કે વિકલ્પનો પણ આધાર નહિ જ, શુદ્ધ પર્યાયમાં પણ આશ્રયબુદ્ધિ તો નહિ જ) કેવળ આત્માનો જ આશ્રય .. परसमओ उभयं वा सम्मद्दिट्ठिस्स ससमओ । (મનુયોગદ્વારસૂત્ર-૨૪૬, મનઘારવૃત્તિ તપાવર . રરૂ8) ૨૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324