________________
આ હકીકતને સમ્યક્ રીતે જાણવાનો અંદરમાં સતત નિર્લેપ ભાવે પ્રામાણિક પુરુષાર્થ ઉપાડવો એ જ તો અંતરંગ જ્ઞાનપુરુષાર્થ છે.
‘આમ કરું, તેમ કરું' એવા કર્તૃત્વભાવથી લેપાયા વિનાનો, સહજ, અંતરંગ, તાત્ત્વિક નિર્જરાપુરુષાર્થ તો વાસ્તવિક જ્ઞાતાદૃષ્ટાભાવમાં જીવંત રીતે વણાયેલ જ છે.
કેવળ અસંગ સાક્ષી રૂપે, નિર્વિકલ્પ દૃષ્ટારૂપે ટકી રહેવાના તથાવિધ અપ્રમત્ત પમોક્ષપુરુષાર્થનું જાગરણ થયા વિના તો જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધના પરમાર્થથી શક્ય જ નથી.
વિકલ્પમાં જે સહજ પુરુષાર્થ થાય છે તેને પલટો ખવરાવીને નિર્વિકલ્પમાં સહજરૂપે લઈ જવાનો અંતરંગ પુરુષાર્થ આ સાધનામાં સ્પષ્ટ રીતે વણાયેલ છે જ ને !
‘કર્મકૃત વિકારના સંગથી રહિત જે શુદ્ધ ચેતન તત્ત્વ છે તે જ હું છું’-આવો અભ્રાન્ત નિર્ણય થાય તો કર્તૃત્વ ક્યાં રહે? તો હવે કર્મોદયના ધક્કાથી થતી સ્વભિન્ન માનસિક-વાચિક-કાયિક પ્રવૃત્તિનો કેવળ જ્ઞાતા-દષ્ટા જ રહ્યો ને ? લોકસ્થિતિ-ભવસ્થિતિ-કર્મસ્થિતિ-કાળસ્થિતિ-સ્વભાવ-ભવિતવ્યતા મુજબ આપમેળે ઉત્પન્ન થતા પર્યાયોને અસંગ અને ઉદાસીન ભાવે જાણવાજોવા છતાં માત્ર નિસ્તરંગ નિર્વિકલ્પ નિર્દોષ નિર્લેપ શુદ્ધ પૂર્ણ ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર જ જોર આપવું, પરિણતિરૂપે ચૈતન્યસ્વભાવમાં ટકી રહેવા બળ કરવું એ જ તો અંતરંગ આત્મપુરુષાર્થ છે. આ જ તો સમ્યક્ અનેકાન્ત છે. કર્મ વગેરે પાંચેય કારણનો અહીં સમન્વય છે.
લોકસ્થિતિ, ભવસ્થિતિ, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, નિયતિ, દેહ આદિ, દૈહિક આદિ ક્રિયા, રાગાદિ વિભાવદા, વિકલ્પદશા... વગેરેમાંથી જે કોઈ પણ માનસિક-વાચિક-કાયિક ક્રિયાનું, વિભાવપરિણામોનું કે સંકલ્પવિકલ્પ વગેરેનું કર્તૃત્વ સ્વીકારવા તૈયાર થાય તથા લોકસ્થિતિ વગેરેમાંથી જે કોઈમાં કાયિકાદિ ક્રિયા કે વિભાવ પરિણામ વગેરેનું કર્તુત્વ સંગત થાય તેને તેનું કર્તૃત્વ યોગ્ય દૃષ્ટિકોણથી સોંપી, પોતાના માથેથી ભ્રાન્ત કર્તૃત્વનો ભારબોજ ઉતારીને રુચિ, લક્ષ, ઉપયોગ અને પરિણતિરૂપે સાક્ષીમાત્ર ચૈતન્ય સ્વભાવમાં સ્થિર-લીન-લયલીન-મગ્ન થઈ જવું એ જ તો અભ્યન્તર તાત્ત્વિક રત્નત્રયપુરુષાર્થ છે.
★ बहिर्निर्वृत्तिमात्रं स्याच्चारित्राद् व्यावहारिकात् ।
अन्तः प्रवृत्तिसारं तु, सम्यक्प्रज्ञानमेव हि ।। ( अध्यात्मसार ६ । २१)
Jain Education International
For Private & Personal Use Only
૨૨૯
www.jainelibrary.org