Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 260
________________ માર્ગ ઓળખી પોતાની વાસ્તવિક ભૂમિકા મુજબ ચેતનાનું પ્રવર્તન થવું જોઈએ. એમાં કયારેય પણ કોઈ પણ રીતે છેતરાવું નહિ. આ બાબતમાં Over Confidence કે Inferiority Complex ન આવી જાય તેની ખૂબ જ કાળજી રાખવી. પરમાત્મા) વત્સ ! શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું પરિણમન ઝડપથી અને વ્યવસ્થિત રીતે થાય તે માટે હજુ એક વાતને સારી રીતે તારા હૈયામાં ઠસાવી દે કે- જેમ સૂર્યમાં અંધકાર છે જ નહિ. તો સૂર્યમાંથી અંધકાર કઈ રીતે પ્રગટી શકે? ગ્રહણ સમયે સૂર્યમાંથી જે અંધકાર નીકળતો દેખાય છે તે અંધકાર સૂર્યમાંથી નથી નીકળતો પણ રાહુમાંથી જ નીકળે છે. તે અંધકારને સૂર્યનો ગુણધર્મ માનવો અથવા ગ્રહણ સમયે સૂર્યને કાળો માનવો તે કેવળ ભ્રમ છે. હકીકતમાં સૂર્ય કાળો નથી પણ રાહુ કાળો છે. પરંતુ સૂર્ય અને રાહુ વચ્ચે ભેદજ્ઞાન ન રહેવાથી તેવી ભ્રાન્તિ ભલભલા હોશીયાર માણસોને પણ થાય છે. બરાબર આ જ રીતે જ્ઞાનમય, પાવન અને પરમશાંત આત્મામાં અજ્ઞાન-કામ-ક્રોધ વગેરે કઈ રીતે પ્રગટી શકે ? કર્મોદય સમયે કામ-ક્રોધ વગેરે વિકૃતિ પ્રગટતી દેખાય છે તે શુદ્ધ આત્મામાંથી નથી પ્રગટતી. પણ મલિન અનુબંધમાંથી, સહજ મિલમાંથી પ્રગટે છે. તેને આત્માનો ગુણધર્મ માનવો કે ત્યારે આત્માને કામી કે ક્રોધી માનવો તે માત્ર ભ્રમણા છે. આ ભ્રાન્તિ નીકળી જાય તો વિષયવાસનાના આવેગમાં તણાઈ જવાની કે કષાયના આવેશમાં એકાકાર બનવાની ભૂલ આત્મા ન કરે. આ રીતે વિભાવ પરિણામો પ્રત્યે ઉદાસીન બનવામાં આવે તો આત્માનું જે મૂળભૂત પારમાર્થિક સ્વરૂપ નથી તે મલિન અનુબંધો, સહજ મલ વગેરેથી આત્મા સહજ રીતે છૂટો પડવા માંડે, રાગ-દ્વેષની વણઉકેલી ગાંઠ ખોલવા માંડે અને ગ્રન્થિભેદ કરવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત થાય. મ્યાન અને તલવાર બન્ને જુદા છે, ગુફા અને સિંહ બન્ને જુદા છે તેમ દેહાદિથી આત્મા અલગ લાગવા માંડે તથા વિભાવ પરિણતિથી આત્મા ભિન્નરૂપે ભાસવા લાગે. આવી સ્થાયી આત્મદશા પ્રગટશે પછી અપ્રમત્ત સંતદશા વગેરે આગળની ભૂમિકા તૈયાર થશે. આત્મસ્વભાવની આવી અદ્દભુત વાત સ્વભાવના લક્ષ, પરિણમનના લક્ષે સાંભળે તો પણ મિથ્યાત્વના હાંજા ગગડી જાય. “સૂર્યમાં અંધકાર છે જ નહીં, આગમાં ઠંડક નથી જ. તેમ આત્મામાં તમ: રસ્તા–- (મામસ્તોત્ર . રરૂ) ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324