________________
કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે ત્યારે તેના પ્રત્યે કષાય કરવો તે તો વિષમતા હોવાથી હેય જ છે. એ અધમકક્ષા જ છે. પરંતુ તેના પ્રત્યે “આ બિચારાને કર્મસત્તા કલુષિત પરિણામ ઊભા કરાવે છે. આવો ભાવ અથવા “હું તેના કર્મબંધનો નિમિત્ત બન્યો” એવી તેના પ્રત્યે ભાવકરુણા પણ પરમાર્થથી વિષમતા જ છે. તાત્ત્વિક સમતા નથી. તે મધ્યમકક્ષા છે. વ્યવહારનયથી
જીવનિકાય પ્રત્યે કરુણાની બુદ્ધિ હોવા છતાં પણ તે સમયે પોતાના વિચારમાં આત્માના વાસ્તવિક શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય વ્યક્તપણે ભળેલો ન હોવાથી તેમાં પરમાર્થથી સર્વથા શુદ્ધતા નથી. પરપરિણામનો વિચાર કે પરલક્ષી વિચાર કરવો તેના બદલે તેનાથી ઉદાસીન બની સ્વલક્ષી સમતાને આત્મસાત્ કરવી એ જ ઉત્તમ કક્ષા અને શ્રેષ્ઠ માર્ગ છે.
અસંગ જ્ઞાતાદૃષ્ટાભાવમાં જોડાવાથી સમતા પ્રગટે છે. વિષમતા રવાના થાય છે. વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર થવાય છે, મોક્ષયોજક યોગદશા પરિણમે છે અને ક્ષપકશ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. - વિવેકદષ્ટિ અતિવિકસિત થઈ ચૂકેલ હોવાથી આવો સાધક વિરાધના, વિભાવદશા કે વિકલ્પદશાને સામે ચાલીને વળગી પડે તેવી શકયતા અહીં ખતમ થાય છે. સર્વત્ર આત્મતત્ત્વનું જ અનુશીલન-પરિશીલન કરવાનું લક્ષ પ્રગટપણે બળવાન હોવાથી વ્યવહારમાં દેહાદિસંલગ્ન પ્રવૃત્તિ થાય, કેવળ
કર્મના ઉદયમાત્રથી (ઉદીરણાથી નહિ) રાગાદિ વિભાવ કે વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે પણ સતત વિભાવપરિણામથી છૂટવાની તીવ્ર તમન્નાથી અંતરમાં અકર્તાભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ ઘૂંટાતાં-ઘૂંટાતાં પૂર્વે બહારમાં પ્રવર્તતો ઉપયોગ, બહારમાંથી વિરામ પામી અંદરમાં સમાઈ જાય છે. આત્મસ્વભાવમાં સ્થિર #. समरादित्यमुने|रोपसर्गप्रसङ्गे चिन्तनम् - 'अहो दारुणो भावो । पडिवन्नो कस्सड़
अहं अणत्थहेउभावं । अहवा अलमिमिणा चिन्तिएणं । सामाइयं एत्थ पवरं' । नियत्तिया चिन्ता, ठिओ विसुद्धज्झाणे, परिणओ जोओ, जायं महासामाइयं । पवत्तमउव्वकरणं, उल्लसिया खवगसेढी - (समराइच्चकहा-भव-९ पृष्ठ ९६०) . एकान्तेन हि षट्कायश्रद्धानेऽपि न शुद्धता ।
सम्पूर्णपर्ययालाभाद्, यन्न याथात्म्यनिश्चयः ॥ (अध्यात्मसार ६।२२) > તર્ગી તતત્વનુરિત્નનાdદ્ધતિ વિકસી |
यत् किञ्चित् कर्म कुर्यात् तदखिलमुदितं निश्चितं निर्जरैव ।। (अध्यात्मबिन्दु. ४।४) A. सावद्यकर्म नो तस्मादादेयं बुद्धिविप्लवात् । कर्मोदयागते त्वस्मिन्नसड्कल्पादबन्धनम् ।। (अध्यात्मसार १५/३१)
૨૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org