Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ ભાવે, ઉપેક્ષાભાવે રાગાદિ ઉપર નજર પડે ને રાગાદિ ઢીલા પડી જાય, કમજો૨ બની જાય. પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને, વીતરાગદશા વીસરીને, મીઠી નજરથી રાગાદિમાં કતૃત્વ-ભોતૃત્વબુદ્ધિ કરવામાં આવે તો રાગાદિ વધે જ છે. આ વાત પણ તું ભૂલતો નહિ. રાગાદિ વિભાવ અને સંકલ્પ-વિકલ્પના સ્વામિત્વનું શું દુઃખ છે ? તે વાતની શુદ્ધ આત્મસ્વભાવના ભાસન વિના જીવને ખરેખર ખબર પડતી નથી. રાગાદિ પરિણામો આકુળતા-વ્યાકુળતા સ્વરૂપ હોવાના લીધે પરમાર્થથી દુઃખાત્મક જછે. પરંતુ પોતાના દુઃખમાંય જેને દુઃખીપણું ન લાગે તેને બીજાનાં દુ:ખમાં સહાનુભૂતિ-કરુણા-અનુકંપા કેવી રીતે પ્રગટે ? રાગાદિ વિભાવદશામાં તેના માલિક બની જવાનું વાસ્તવમાં પોતાને શું દુઃખ છે? એ જ જેને ખબર ના હોય તેને પારકાની વિભાવદશા૨મણતા જોઈને તેના પ્રત્યે હૈયામાં ભાવદયા-પારમાર્થિક કરુણા કઈ રીતે જાગી શકે ? અને તેના વિના વાસ્તવમાં સમકિત પણ કઈ રીતે સંભવે ? શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્સ- આ પાંચ તો સમકિતના સાચા લક્ષણ છે. તેની ગેરહાજરીમાં નૈશ્ચયિક સમકિત ન જ હોય, નૈશ્ચયિક સમકિત મેળવવું હોય તો વિભાવદશાના કર્તૃત્વ-ભોક્તત્વભાવમાં દુઃખનું વેદન થવું જ જોઈએ. તો જ વિભાવદશા અને વિકલ્પદશા પ્રત્યે તાત્ત્વિક ઉદાસીન ભાવ આવવા દ્વારા પોતાના મૂળભૂત જ્ઞાતાદષ્ટાસ્વભાવમાં સ્થિર થઈ શકાય, લીન થઈ શકાય. પરનું લક્ષ આવે, પરના લક્ષે ભાવ થાય, પરના પ્રયોજનથી જ પરિણમન થાય એ કેવળ વિષય - કષાયચક્રની જાત છે. આત્માનું લક્ષ આવે, આત્માના લક્ષે બધા ભાવ થાય, આત્માના જ પ્રયોજનથી કેવળ પરિણમન થાય એ સિદ્ધચક્રની જાત છે. કષાયચક્રમાં કર્તાભાવ છે, વિષયચક્રમાં ભોકતૃત્વભાવ છે. એ બન્ને વિષમતા છે. સિદ્ધચક્રમાં અસંગ સાક્ષીભાવ છે, કેવળ નિર્વિકલ્પ દૃષ્ટાભાવ છે. એ જ પારમાર્થિક સમતા છે. કર્તાભોક્તા ભાવમાં ઉપયોગ બહાર ભટકે છે. જ્ઞાતા-દષ્ટા ભાવમાં તો ઉપયોગ અંદર પ્રવર્તે છે. ‘આમ કરું, તેમ કરું' આવો કર્તૃત્વભાવ એ અસ્થિર પરિણતિ છે, અનાત્મસ્થ અધ્યવસાય છે, અશુદ્ધ દૃષ્ટિ છે, સસંગ ઉપયોગ છે, આકુળતામય પરિણામ છે. ‘પોતાની યોગ્યતા મુજબ સ્વકાળે થઈ રહેલા પર્યાયોને અસંગપણે જાણનાર-જોનાર હું તેનાથી ભિન્ન શુદ્ધ આત્મા છું’ આવો आत्मदुःखे दुःखितस्यैव परदुःखे दुःखितत्वसम्भवात् । (गुरुतत्त्वविनिश्चयवृत्ति- २।११८) Jain Education International For Private & Personal Use Only ૨૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324