________________
ભાવે, ઉપેક્ષાભાવે રાગાદિ ઉપર નજર પડે ને રાગાદિ ઢીલા પડી જાય, કમજો૨ બની જાય. પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને, વીતરાગદશા વીસરીને, મીઠી નજરથી રાગાદિમાં કતૃત્વ-ભોતૃત્વબુદ્ધિ કરવામાં આવે તો રાગાદિ વધે જ છે. આ વાત પણ તું ભૂલતો નહિ.
રાગાદિ વિભાવ અને સંકલ્પ-વિકલ્પના સ્વામિત્વનું શું દુઃખ છે ? તે વાતની શુદ્ધ આત્મસ્વભાવના ભાસન વિના જીવને ખરેખર ખબર પડતી નથી. રાગાદિ પરિણામો આકુળતા-વ્યાકુળતા સ્વરૂપ હોવાના લીધે પરમાર્થથી દુઃખાત્મક જછે. પરંતુ પોતાના દુઃખમાંય જેને દુઃખીપણું ન લાગે તેને બીજાનાં દુ:ખમાં સહાનુભૂતિ-કરુણા-અનુકંપા કેવી રીતે પ્રગટે ? રાગાદિ વિભાવદશામાં તેના માલિક બની જવાનું વાસ્તવમાં પોતાને શું દુઃખ છે? એ જ જેને ખબર ના હોય તેને પારકાની વિભાવદશા૨મણતા જોઈને તેના પ્રત્યે હૈયામાં ભાવદયા-પારમાર્થિક કરુણા કઈ રીતે જાગી શકે ? અને તેના વિના વાસ્તવમાં સમકિત પણ કઈ રીતે સંભવે ? શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્સ- આ પાંચ તો સમકિતના સાચા લક્ષણ છે. તેની ગેરહાજરીમાં નૈશ્ચયિક સમકિત ન જ હોય, નૈશ્ચયિક સમકિત મેળવવું હોય તો વિભાવદશાના કર્તૃત્વ-ભોક્તત્વભાવમાં દુઃખનું વેદન થવું જ જોઈએ. તો જ વિભાવદશા અને વિકલ્પદશા પ્રત્યે તાત્ત્વિક ઉદાસીન ભાવ આવવા દ્વારા પોતાના મૂળભૂત જ્ઞાતાદષ્ટાસ્વભાવમાં સ્થિર થઈ શકાય, લીન થઈ શકાય.
પરનું લક્ષ આવે, પરના લક્ષે ભાવ થાય, પરના પ્રયોજનથી જ પરિણમન થાય એ કેવળ વિષય - કષાયચક્રની જાત છે. આત્માનું લક્ષ આવે, આત્માના લક્ષે બધા ભાવ થાય, આત્માના જ પ્રયોજનથી કેવળ પરિણમન થાય એ સિદ્ધચક્રની જાત છે. કષાયચક્રમાં કર્તાભાવ છે, વિષયચક્રમાં ભોકતૃત્વભાવ છે. એ બન્ને વિષમતા છે. સિદ્ધચક્રમાં અસંગ સાક્ષીભાવ છે, કેવળ નિર્વિકલ્પ દૃષ્ટાભાવ છે. એ જ પારમાર્થિક સમતા છે. કર્તાભોક્તા ભાવમાં ઉપયોગ બહાર ભટકે છે. જ્ઞાતા-દષ્ટા ભાવમાં તો ઉપયોગ અંદર પ્રવર્તે છે. ‘આમ કરું, તેમ કરું' આવો કર્તૃત્વભાવ એ અસ્થિર પરિણતિ છે, અનાત્મસ્થ અધ્યવસાય છે, અશુદ્ધ દૃષ્ટિ છે, સસંગ ઉપયોગ છે, આકુળતામય પરિણામ છે. ‘પોતાની યોગ્યતા મુજબ સ્વકાળે થઈ રહેલા પર્યાયોને અસંગપણે જાણનાર-જોનાર હું તેનાથી ભિન્ન શુદ્ધ આત્મા છું’ આવો
आत्मदुःखे दुःखितस्यैव परदुःखे दुःखितत्वसम्भवात् । (गुरुतत्त्वविनिश्चयवृत्ति- २।११८)
Jain Education International
For Private & Personal Use Only
૨૨૧ www.jainelibrary.org