________________
છે જ નહિ. તમામ દ્રવ્યના ગુણ-પર્યાય જેમ છે તેમ સમ્યફ રીતે સમજવા તે જ મારું અંગત કર્તવ્ય છે. કેવળ સાચી-ખોટી સમજણ મુજબ આત્માના ગુણો શુદ્ધ-અશુદ્ધરૂપે, ખંડ-અખંડપણે પરિણમતા જાય છે. પરંતુ હું તો એક *અખંડ અસંગ છતાં આનંદપૂર્ણ અવિનાશી આત્મા જ છું. માટે હું તો જયાં બેઠો છું ત્યાં કશું પણ કરવું-કરાવવું નથી. સુખ, દુઃખ વગેરે જે પર્યાય જ્યારે થાય, જ્યારે જણાય ત્યારે મારામાં રહીને ઉદાસીનપણે તેને બસ કેવળ જોયા જ કરું.’ આ રીતે તાત્ત્વિક મુનિપણું મેળવવા માટે રાગાદિને પણ કેવળ શેય બનાવવો, છૂટવાની જ અંતરંગ ભાવનાથી રાગાદિને માત્ર અસંગપણે ઉદાસીન શેય બનાવવાનો પુરુષાર્થ કરવો એ જ તો જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનાનું છઠું અલૌકિક પ્રયોજન છે.
વત્સ ! આત્મસ્વભાવમાં સ્થિર થવાના ઉદ્દેશથી રાગાદિને તટસ્થ ભાવે માત્ર જોવામાં આવે, કેવળ શેય બનાવવામાં આવે તો જ પરિપૂર્ણપણે રાગાદિથી જીવ છૂટો પડે, તો જ રાગાદિથી પરિણતિ અત્યંત ન્યારી થાય અને સાક્ષીભાવના કવચથી સુરક્ષિત થયેલો સાધક પાંચેય ઈન્દ્રિયના વિષયોને જોવા-જાણવા છતાં કર્મથી લેપાય નહિ. શરીર, ઈન્દ્રિય કે મનના સ્તર ઉપર રહેવાના બદલે ચેતનાના સ્તરે રહીને, પોતાને ચૈતન્યસ્વરૂપે ઓળખીને, શુદ્ધ ચૈતન્યમાં પોતાનું અસ્તિત્વ દઢ કરીને, કર્મવશ અનુભવાતા રાગાદિ પરિણામોનો ઉદાસીનપણે કેવળ અસંગ જાણનાર રહે તો જ તેનું
સ્વામિત્વ=માલિકપણું, તેમાં સ્વત્વબુદ્ધિ=મમત્વભાવ છૂટી જવાથી આત્મા તેનાથી ભિન્ન રહી શકે, અનાકુળ રહી શકે.
મારું સ્વરૂપ નથી એવા સંગરૂપ રાગાદિ કર્મવશ ઉત્પન્ન થઈ રહ્યા છે એમ યથાર્થપણે જોવા માત્રથી રાગાદિ તૂટે છે, નિર્બળ થાય છે, કારણ કે રાગાદિ કર્મજન્ય હોવાના કારણે સ્વભાવથી જ જીવ પાસે દૂબળા જ છે. ઈન્સ્પેકટરની નજર પડે ને ચોર જેમ ધ્રુજવા માંડે તેમ પોતાના શુદ્ધ સ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ રાખીને બળવાન બનેલા આત્માની ઉદાસીન*. इति शुद्धनयायत्तमेकत्वं प्राप्तमात्मनि ।
અંશવિજ્યનીથી, નેણા પૂર્ણવિન: || (અધ્યાત્મસાર ૨૮૩૨) A. સવે; ગમગાસુ પાસમાનો ને નિખ તા | (ઉત્તરધ્યયન ૮૪) . સંti તિ સહ | (વારા - શાકા૨૬૮) .. वस्तुत: कर्मजनितपरिणामरूपो दोषः स्वभावत एव दुर्बलः ।(उपदेशरहस्यवृत्ति-गा. ७६)
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org