________________
બાકી શું છે ? કદિ પરને, પરપરિણામને જ્ઞાનમય એવો હું સ્પર્ધો જ નથી. માત્ર મારા જ્ઞાનદર્પણમાં પરનું પ્રતિબિંબ નિહાળેલ છે. આટલી વાત સાચી છે. બાકી બધું ભ્રમરૂપ. આવા તદન ભ્રાન્ત, નિરાધાર, કાલ્પનિક અને તુચ્છ એવા રાગાદિ પરિણામમાં અટવાવાથી મને લાભ શો છે ? રાગ કરવાનું મારે પ્રયોજન શું ? તેની આવશ્યકતા શું છે ?”- આવા પ્રકારની વિચારણા-ભાવના-શ્રદ્ધા દ્વારા અકર્તાભાવનો નિર્ણય દઢ કરજે.
પરમાત્મા ) વત્સ ! નિજ સ્વરૂપબોધથી ભ્રષ્ટ કરાવીને ભયાનક ભવસાગરમાં ભટકાવનાર – રખડાવનાર – રઝળાવનાર એવા કર્મજન્ય દેહાદિ પર પુદ્ગલદ્રવ્ય, રાગ-દ્વેષ આદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પ ઉપર આત્માનો અધિકાર કઈ રીતે? એનો તો તું વિચાર કર. શું તારી વિચારણા, ઈચ્છા, આજ્ઞા અને પ્રયત્ન મુજબ દેહાદિ કાયમ કામ કરે છે? તો દુ:ખ-દર્દ-ઘડપણ-મોત શેના આવે? *કર્માનુસાર બનેલી ઘટનાને બદલવા શું હરિશ્ચન્દ્ર-દશરથ-શ્રીકૃષ્ણ-રામચંદ્રજી-નલરાજા વગેરે પણ સમર્થ હતા? એ તો તું વિચાર. રીઝે તો અતિદૂર રહેલી ચીજને ક્ષણવારમાં પાસે લાવે અને રોષે ભરાય તો હાથમાં રહેલ ચીજ પણ આંચકી લે - તેવી વિચિત્ર કાર્યપદ્ધતિ કર્મસત્તાની છે. ભલભલાને ક્ષણવારમાં કર્મસત્તા ગોથાં ખવરાવી દે છે. માણસ વિચારે છે કાંઈક અને કર્મસત્તાને મંજૂર હોય છે બીજું જ કાંઈક ! માટે “હું પરદ્રવ્યનું કાંઈ કરી શકું છું. પરદ્રવ્ય મારું કાંઈ કરી શકે છે. એવી મિથ્યા કર્તુત્વબુદ્ધિ અને મમત્વબુદ્ધિ છોડ.
અરે! પરદ્રવ્યની તો વાત છોડ. શું તારા ચૈતન્યપટમાં કર્મવશ ઊભા થતા રાગાદિ વિભાવને અને સૂક્ષ્માદિ વિકલ્પને રોકવા માંગે તો શું તું તેને રોકી શકે એમ છે? તો તો બે ઘડી તેવી દશામાં સ્થિર રહે તો વીતરાગ થઈ જાય. શું વિકલ્પની જાતિ બદલવી હોય તો તે બદલી શકે .. आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि ।
શ્રમન્તિ ભ્રષ્ટવિજ્ઞાન, બીને સંસારસારે (અધ્યાત્મસાર ૧૮૬) ४. ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्मांडभांडोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा
संकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।। .. आनयेदपि दूरस्थं, करस्थमपि नाशयेत् ।
मायेन्द्रजालतुल्यस्य विचित्रा गतयो विधेः ॥ (योगशास्त्रवृत्ति १।१३।५३) ». अन्यद् विचिन्त्यते लोकैर्भवेदन्यदभाग्यतः । कर्णे वसति भूषार्थोत्कीर्णे दरिद्रिणां मलः ।। ૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org