________________
દુઃખને જે કેવળ સમભાવે જુએ, ઉદાસીનભાવે-મૌનભાવે નીરખીને જે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થાય તેને કર્મ નડે નહિ. માટે મન-વચન-કાયા અને તેની પ્રવૃત્તિમાં એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ – અધિકારવૃત્તિ છોડીને, આત્મવિચાર અને વૈરાગ્ય દ્વારા તું શુદ્ધાત્મસ્વભાવમાં રુચિરૂપે, ઈચ્છારૂપે, શ્રદ્ધારૂપે, નિશ્ચયરૂપે, પ્રણિધાનરૂપે, મુખ્ય નયના હેતુરૂપે સ્થિર થા.
તું તો કેવળ જ્ઞાતા-દૃષ્ટા જ છો, કર્તા-ભોક્તા નથી. માટે જ “સ્મૃતિકલ્પના-આશા-ચિંતા-સંકલ્પ-વિકલ્પ પણ તારું સ્વરૂપ નથી જ. કેમ કે મેં આમ ખાધું - તેમ પીધું - આ રીતે સૂતો. ગઇ કાલે ઠંડી ખૂબ જ હતી..' આવી ભૂતકાળની સ્મૃતિમાં ભોક્તા ભાવ છે. ‘હું આમ કરતો હતો, જોતો હતો' એવી સ્મૃતિમાં કર્તાભાવ વળગેલ છે. ‘હું આ મુજબ કરીશ-ભોગવીશ. આમ કરવું મને ઠિક રહેશે. તે મારું સન્માન કરશે. આ માણસ મારું અપમાન ક૨શે.' - આવી ભાવી કલ્પનામાં પણ કર્તૃત્વભોકતૃત્વભાવ જ વણાયેલ છે. ‘મને પેલું મળશે -' આવી ભવિષ્યની આશામાં અને ‘પેલું કામ તો હું કરી શકીશ ને ? તે મારું અપમાન તો નહિ કરે ને ?' આવી ભવિષ્યની ચિંતામાં પણ કર્તૃત્વભાવ છવાયેલ છે. ‘હું બોલું, વાંચું, ચાલું...' આવા વર્તમાન કાલીન સંકલ્પમાં કર્તાભાવ વણાયેલ છે તો ‘મને મજા આવે છે. ઠંડી લાગે છે. ઊંઘ આવે છે’ આવા વર્તમાનકાલીન વિકલ્પમાં ભોક્તાભાવ ડોકીયું કરે છે. માટે સ્મૃતિ વગેરે છ પદાર્થ પણ તારા નથી.
આ રીતે અંતરમાં વાસ્તવિક ક્રમબદ્ધ પરભિન્ન શુદ્ધ સહજસ્વભાવી વસ્તુતત્ત્વની મૌલિકતા-સ્વતન્ત્રતા સમજાય તો જ્ઞાનની યથાર્થતા-સમ્યક્તા પ્રગટે. જે થાય તેનો અસંગપણે સાક્ષીમાત્ર રહેતાં, રાગ-દ્વેષથી છુટવાના આશયથી ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થપણે જાણનાર રહેતાં, મધ્યસ્થપણે દૃષ્ટા રહેતાં, તેમાં રુચિપૂર્વક ભળવાનું બંધ થતાં રાગ આપમેળે ટળતો જાય છે અને અંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય-વીતરાગ દશા સ્વયં વધતી જાય છે. જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનું એ જ તો સૌ પ્રથમ પ્રયોજન છે.
જીવને પોતાની ઊંડી રુચિ નથી, તાત્ત્વિક આત્મરુચિ નથી. આત્મા પ્રત્યે વાસ્તવિક બહુમાન ભાવ કે લાગણી નથી. તેથી ‘બહારનું કાંઈ अनुस्मरति नातीतं नैव काङ्क्षत्यनागतम् ।
शीतोष्णसुखदुःखेषु, समो मानापमानयोः ॥ ( अध्यात्मसार १५/४८)
૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org