________________
પ્રગટે તેવી લાયકાત તો પ્રગટાવ. આત્મલક્ષ સિવાય બીજું કશું ન ગમે તેવી કૃપા તો વરસાવ. જેથી ક્ષણે ક્ષણે શ્રદ્ધાપરિણતિથી અને ચૈતન્યપરિણતિથી મારી અંતરંગવૃત્તિને આત્મા તરફ હું દઢતાથી ખેંચતો રહું. આંતરિક પુરૂષાર્થની સહજ ગતિ આત્મલક્ષે પ્રવર્તે એવા પ્રાણ તો પૂરો.
હે જ્ઞાનસિંધુ !
મૂળ સ્વભાવે તો આપની જેમ હું પણ જાણનાર-જોનાર જ છું. બીજું બધું જાણવા છતાં તેનાથી જુદો જ છું. બહારનું જાણવા છતાં માત્ર અસંગ જ્ઞાનસ્વભાવને ધારણ કરનારા એવા મારા આત્માને જોવો છે. જેનાથી બધું જણાય છે, જ્ઞાન જ્યાંથી આવે છે તેને જાણવો છે. જ્ઞાનનું અસ્તિત્વ જ્યાં છે તેને માણવો છે. અસંગ જ્ઞાનસ્વભાવને મારે અનુભવવો છે. નિર્લેપ અને બધાથી ઉદાસીન એવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાય બીજે કયાંય પણ મારું મન ન રોકાઓ. અનાદિ કાળથી ક્ષણે ક્ષણે વિભાવમાં ભળવાની જે ભૂલ ચાલી આવે છે તે ભૂલ આપના પ્રભાવથી ટળો. તે માટે જ પુરૂષાર્થ ઉપડો.
હે પરમકૃપાવંત ભગવંત ! આત્મલક્ષની જાગૃતિપૂર્વક ભાવના પરિણમે ત્યારે બીજું બધું જ ભૂલી જવાય છે અને ત્યાં જ ઠીક લાગે છે. પણ તેવું બહુ લાંબો વખત ટકતું નથી અને પાછો ઉપયોગ બહારમાં જતો રહે છે. એક બાજુ બહારમાં ગમતું નથી. બહિરંગ દષ્ટિમાં ચેન પડતું નથી. બહિરાત્મદશામાં પ્રવર્તતા થાક લાગે છે. છતાં ડગલે ને પગલે મારા ઉપયોગને અતૃપ્ત મન અને અંદરની મલિન પરિણતિ તાણીને બહાર લઈ જાય છે. હવે શું કરવું ? તે ખબર નથી પડતી. મોહ મૂંઝવી રહ્યો છે. પણ મારી આ અંતરની મૂંઝવણ તારા સિવાય કોને કહું ? કોણ મારી અંગત મૂંઝવણ ટાળી શકે એમ છે ? તારા સિવાય કોને મારામાં રસ છે ? જગતનો પરિચય, જગતમાં રખડાવનાર વિભાવદશાનો પરિચય અનાદિ કાળથી બહુ કરી લીધો છે. હવે તો બહુ થયું. હવે તું જ મારો પ્રાણ ને ત્રાણ. આધાર ને આશરો.
મારા વ્હાલા પ્રભુ! આ ઉદ્ધત-બહિર્મુખી-અધીરા-અશાંત-અસ્થિર-અશુદ્ધ અને અતૃપ્ત મનને જીતવાનો કોઈ ઉપાય હોય તો બતાવો ને!
5. ને વિજ્ઞાતિ સે પ્રાતા, તે પદુષ્ય સિંડ્રાણ | (કાવાર શsly???)
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org