________________
ના ગમે. તો જ તાત્ત્વિક પ્રજ્ઞા અંતરમાં પ્રતિષ્ઠિત થાય. માટે હૃદયમાં વારંવાર વિચારીને તારી રુચિને દૃઢ કર કે ‘મારે કાંઈ પણ જોઈતું જ નથી. જગતમાં મારું કાંઈ છે જ નહિ. મારે કાંઈ પણ કોઈની પાસેથી મેળવવું નથી. મારે કશું બનવું નથી. મારે મારા મૂળભૂત સ્વરૂપે પરિણમી જવું છે. વિભાવથી છુટવું છે.’-આમ અંદરમાં ઠરીને, પૂર્વકર્મ નથી એમ ગણીને આજ્ઞા મુજબ આત્મસાધના કર્યે જા.
જિનાજ્ઞા મુજબ વર્તવાના ભાવ જાગે, એ પ્રમાણે અંતરના ભાવ સહજતઃ પ્રગટે, તદનુસાર અંતરંગ પુરુષાર્થ થાય એ જ જિનાજ્ઞાપાલન. અમાનીઅનામી-અરૂપી-અશરીરી-અતીન્દ્રિય-મનાતીત-પુદ્ગલાતીત એવો પણ આત્મા સુખની ઈચ્છાથી માન, નામ, રૂપ, શરીર, ઈન્દ્રિય, મન અને પુદ્ગલની પાછળ પડ્યો છે, તેમાં એકાકાર બન્યો છે. એ જ બંધન છે. ‘બહારના સુખની ઈચ્છા કરી તે બધા ભીખારી થઈ ગયા’- આ વાત અંતરમાં ઉતરી જાય તો તમામ બંધન છૂટી જાય અને પરિણતિ પલટી જાય. વિભાવપરિણામો ઝેરતુલ્ય ભાસે, દાવાનળ સમાન લાગે, ડાકણતુલ્ય વેદે તો અંતરંગ વૃત્તિપ્રવાહ પલટો માર્યા વિના ના રહે.
સંજ્ઞામુક્ત નિજપ્રજ્ઞાના માધ્યમથી જ તાત્ત્વિક ધર્મની ઓળખાણ થઇ શકે. પરંતુ ધર્મના નામે પુરુષાર્થ કર્યે રાખવા છતાં ‘કઈ દિશામાં જવું છે? શા માટે જવું છે ? વિપરીત ભાવ અને ગેરસમજથી હું માર્ગભ્રષ્ટ તો નથી થતો ને ?' આવી અંતર્જાગૃતિ સતત ન ટકે તો અંત૨૫લટો ક્યાંથી થાય? કારણ કે વૃત્તિઓ તો ચલિત થાય છે. કામ-ક્રોધાદિ તરફ જતી વૃત્તિને શત્રુ ગણી, તેના પ્રત્યે શત્રુભાવે વર્તી, દાઢમાં રાખી તેને ખતમ કરવી એ જ તો સૌથી વધુ અગત્યનું કર્તવ્ય છે. એક મરણીયો હજા૨ને ભારે પડે. માટે આત્માર્થે પુરુષાર્થ કરી આત્માર્થને સાધવો.
કર્મબંધનથી છુટવું એ જ પ્રથમ કર્તવ્ય છે. એનો આ અવસર છે. આનાથી વધુ ક્યો સારો અવસર આવવાનો છે ? કે જેની રાહ જોવામાં વર્તમાન ક્ષણ તું ગુમાવે છે. આવો અવસ૨, આવી સમ્યક્ સમજણ ફરી ફરી મળવી દુર્લભ છે. અંતરંગ વૃત્તિ ચલિત થાય તેવા નિમિત્તથી જ દુનિયા ભરેલી છે. અંતરમાંથી બહાર નીકળીશ તો બધે એકલો વિક્ષેપવિકલ્પ-વ્યાકુળતા જ ભરેલ છે. તેમાં અટવાઈશ તો સ્વભાવમાં કઈ રીતે
પળા સમિપ ધમ્મ । (ઉત્તરાધ્યયન-રફાર)
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org