________________
તારી પરિણતિની દિશા બદલવી, ગતિ વધારવી એ તો તારા હાથની વાત છે.
ષ્ટિને સ્વસન્મુખ સ્થિર કરવી એ તારા હાથમાં છે’- એમ જાણવા છતાં પુરુષાર્થવાદી એવો તું અંદ૨માં ચોતરફથી આત્મપુરુષાર્થ કેમ ઉપાડતો નથી ? બહારના સંયોગ સાથે તો તારી પરિણતિનો કશો જ સંબધ નથી. બહારના સંયોગની અસર લેવી કે ન લેવી ? કેટલી લેવી ? આ બાબતમાં તું સ્વતંત્ર છે. ગજસુકુમાલ મુનિ, મેતાર્ય મુનિ વગેરેને યાદ કર. તો તારી પડતી વૃત્તિ સ્થિર થશે; સમજણ આત્મલક્ષી થશે. દૃષ્ટિ ઊર્ધ્વગામી બનશે, સત્ત્વ સ્ફુરાયમાન થશે.
ન
વત્સ ! સ્વાનુભૂતિ વાસ્તવમાં કરવી હોય તો સૌ પ્રથમ આંતરનિવૃત્તિ કરજે, અંતરમાં દોષનિવૃત્તિ કરજે, દોષરુચિની નિવૃત્તિ કરજે. દોષો કઇ રીતે ક્યારે ઉત્પન્ન થાય છે ? તે લક્ષમાં રાખજે. દોષો ક્યાંથી ક્યારે કઇ રીતે આવે છે ? એ જ ન જાણે તે તેને કઇ રીતે અટકાવી શકે? માટે સૌપ્રથમ પોતાનો નાનામાં નાનો દોષ કયાંથી, કેવી રીતે, કયારે, કયા સ્થળે, કેવા સંયોગોમાં ઉત્પન્ન થાય છે ? તેની જાણકારી, દોષમાં ત્રાસની અનુભૂતિ, દોષથી છુટવાની ભાવના, છૂટવાનો પ્રબળ પુરુષાર્થ
આ ચાર ચીજ હોય તો દોષ ઘસાય. મલિનવૃત્તિ, કામ-ક્રોધાદિ વિભાવ પરિણતિ, બાહ્ય દૃષ્ટિ પ્રત્યે ઝેર દૃષ્ટિ રાખી, બને તેટલા તેનાથી દૂર રહી, તેના નિમિત્તોનો અપરિચય રાખી, તેને મંદ પાડવાનો પ્રયાસ કરજે. તેવો અભ્યાસ કર્યા વિના તો તે વૃત્તિઓ કે વિભાવદશા વશ થાય તેમ નથી. પ્રતિસમય તારા ભાવને તપાસવાનો ઉગ્ર પુરુષાર્થ કરજે.
જેમ ચઢતા તાવમાં મીઠાઈ પણ ભાવતી નથી. પરંતુ તાવ ગયા પછી સામાન્ય ખોરાકની પણ રુચિ સહજતઃ પ્રગટ થાય છે. મીઠાઈ કે ખોરાકનું સ્વરૂપ બદલાતું નથી. માણસ પણ કાંઈ બદલતો નથી. માત્ર પ્રતિબંધક રવાના થાય છે ને કામ થઈ જાય છે. તેમ મોહજ્વરમાં આત્મા-પરમાત્માજિનવાણી ગમે નહિ. મોહજ્વર ઉતરે તો જિનવાણી વગેરે ગમે. પોતે બદલતો નથી. જિનવાણી બદલતી નથી. પણ પ્રતિબંધક દોષ રવાના થાય છે ને કામ થઈ જાય છે. માટે કયારેય પણ તારી અંતરંગ પરિણતિમાં નાનો પણ દોષ દેખાય તો તેના ઉપર સતત લાલચોળ આંખ રાખજે. 4. समुप्पादमयाणंता किं नाहिंति संवरं । ( सूत्रकृतांग
|?(રૂ।૨૦)
૫૪
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org