________________
૮.
. ... તો શાબ પટિણમે
પરમાત્મા – વત્સ ! શાસ્ત્ર અને શાસ્ત્રબોધને પરિણાવવાની તારી ભાવના જાણી. આ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય એ માટે કાયમ અત્યંત નમ્ર અને વિનયી થઈને, ગ્રાહકભાવ રાખીને સંવેદનશીલ હૃદયે શાસ્ત્રાભ્યાસ કરજે. પરિણમનભાવ રાખીને, અધ્યાત્મશાસ્ત્રના પરમાર્થનું પરિણમન કરવાનો ઉદેશ રાખીને, શાસ્ત્રનું શ્રવણ-વાંચન-મનન-પુનરાવર્તન કરવામાં આવે તો પરિણમન થાય અને કામ-ક્રોધાદિ દોષોનું ઉન્મેલન થાય. અન્યથા ન થાય. “આ શાસ્ત્રના માધ્યમે થનાર આત્મબોધ કલ્યાણકારી નિવડો'- એવી ભાવનાથી વાંચી-સાંભળી, બુદ્ધિથી વિચારી, હૃદયથી સ્વીકારી, શક્તિ છુપાવ્યા વિના તે મુજબ વર્તન કરવાની તૈયારી રાખવી. તો શાસ્ત્ર પરિણમે.
શાસ્ત્રની એક પણ વાત સાચો થઈને દિલથી પકડે, આચરણમાં મૂકે તો આત્મહિત અવશ્ય થાય. પરંતુ હજારો શાસ્ત્રો સાંભળવા છતાં, વાંચવા છતાં, કંઠસ્થ કરવા છતાં અધ્યાત્મમય તથારૂપ વર્તન ના કરે, તથારૂપ વર્તનની ભીંજાતા હૃદયે ભાવના ના કરે તો આત્મકલ્યાણ કદિ ના થાય. ઊલટું પંડિતાઈથી છકીને શાસ્ત્રાભ્યાસનું અભિમાન થાય અને શાસ્ત્ર જ શસ્ત્ર બની જાય, અભિમાનીને શાસ્ત્ર અંધ કરનાર બની જાય.” વિદ્વાનોને પણ મોહ કેવો મૂંઝવે છે ?!
જે કાંઈ વાંચન-શ્રવણ-પુનરાવર્તન-મનન-કથન-લેખન વગેરે કરું છું તે માત્ર મારા આત્મા માટે જ કરું છું, બીજાને દેખાડવા નહિ.' એમ અંતરમાં પાકો નિશ્ચય કરીને શાસ્ત્રસંપર્ક કર. અત્યાર સુધી જીવે શાસ્ત્રાભ્યાસ વગેરે બધું પ્રાય: બીજાને દેખાડવા માટે, સમજાવવા માટે કરેલ છે. સ્વાનુભવ વિના અંતરંગ સંયમ-પરિણતિથી ભ્રષ્ટ થઈને પ્રાયઃ વિદ્વાન-જાણકાર તરીકેની A નિર્ણય રામચઠ્ઠ:, તાપ પરત |
यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ।। (अध्यात्मसार- १।१५) જ નિનાં પુત્રાદિ, રથા સંસારવૃકે |
तथा पाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् ।। (अध्यात्मसार- ११२३) > મોદી માહબ્ધ વિદ્વસ્થ વિઝુમતે |
પ્રદારમવારેષ ધંર શ્રતમ || (સાગશતવ-) १. ये त्वनुभवाविनिश्चितमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । વાયા વરVIfમનના જ્ઞાનનોડનિ ન તે // (34ધ્યાત્મિસાર- ર૦/રૂ:)
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org