Book Title: Samru Pal Pal Survrat Nam Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 6
________________ નવલકથાના લેખકને રસ પડે તેવો ભરપૂર મસાલો ભર્યો છે. એ પ્રકરણો વાંચતાં એમ જ લાગે કે આપણે ધૂમકેતુ કે મુનશીની નવલકથા વાંચી રહ્યાં છીએ. અને આ બધું હોવા છતાં, આ રચનામાં શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ પણ અદ્દભુત ઢંગથી થયું છે. ગ્રંથકાર સ્વર્ય બૃહત્સંગ્રહાણી અને ક્ષેત્રસમાસ જેવા ભૂગોળખગોળવિષયક શાસ્ત્રગ્રંથોના પ્રણેતા હોવાને કારણે તેમની તે વિષયની સજ્જતા, આ ગ્રંથમાં પણ રૂડી રીતે વ્યક્ત થતી અનુભવી શકાય છે. સં. ૨૦૪૯૫૦ના અરસામાં આ ગ્રંથ હાથમાં આવ્યો ત્યારે ક્ષુધાતુરની જેમ તેનું વાંચન કરી ગયેલો. એ પછી સે. ૨૦૫૧નું ચોમાસું વડોદરાકારેલીબાગ કરવાનું બન્યું. ત્યારે ત્યાંના જિનાલયમાં શ્રીમુનિસુવ્રતસ્વામી બિરાજમાન હોવાથી, ચાર્તુમાસિક પ્રવચનધારારૂપે આ ચરિત્ર વાંચવાનું પ્રાપ્ત થયું. ત્યારે જ, ત્યાંના ઉત્સાહી શ્રાવકોએ માગણી કરેલી કે આ પ્રાત ચરિત્રનો ગુજરાતી અનુવાદ કરીને પાવો, અને તેનો લાભ અમારા સંઘને આપો. આ વાત મનમાં હતી જ. પણ યોગ્ય નિમિત્તની પ્રતીક્ષા પણ હતી. અને એ આ વર્ષે મળી ગયું. તગડી-નંદનવન તીર્થમાં, પૂજ્યપાદપરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની પુરથભૂમિ ઉપર, શ્રી મુનિસુવ્રતસ્વામીના ભવ્ય જિનાલયનું નિર્માણ તથા પ્રતિષ્ઠા ચાલુ વર્ષે મહા ફાગણમાં થઈ રહી છે. પૂજ્ય ગુરભગવંતની આજ્ઞા થઈ કે આ નિમિત્તને લક્ષમાં લઈને આ ચરિત્ર તૈયાર કર. એમની આ આજ્ઞાનું પરિણામ તે પ્રસ્તુત કથા. આમાં ક્યાંય મૂળ ગ્રંથકારની રજૂઆતથી કે એમના આશયથી વિપરીત આલેખન થયું હોય તો તે તરફ ધ્યાન દોરવા સુજ્ઞ જનોને નમ્ર વિનંતિ છે. પુસ્તકની સરસપ્રેસકોપી સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજીએ કરી આપી છે, તો પુસ્તકના મુદ્રણની સઘળી જવાબદારી વડોદરાના સાહિત્યકાર મિત્ર પ્રા. રમણભાઈ સોનીએતથા તેમના પુત્ર આકાશ સોનીએ સંભાળી છે, તે બદલ તેમનો પણ ત્રણ સ્વીકાર કરું છું. –શીલચન્દ્રવિજય શ્રી વિજયનન્દનસરિજન્મ શતાબ્દી વર્ષગ. ૨૦૫૫ નંદનવનતીર્થ, તગડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 321