Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ સમરું પલ પલ સુવત નામ કથાની કથા વિક્રમના બારમા શતકમાં, ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં થઈ ગયેલા હર્ષપુરગચ્છના આચાર્ય શ્રી શ્રીચન્દ્રસૂરિ મહારાજે રચેલા, પ્રાકૃતભાષામય ગાથાઓમાં નિબદ્ધ શ્રી મુનિસુવ્રતસ્વામીચરિત્ર પર સંપૂર્ણપણે આધારિત પ્રસ્તુત કથા છે. મૂળ કથા આશરે અગિયાર હજાર ગાથાઓમાં વણાયેલી છે. અલબત્ત, આ ભાષાંતર નથી; તરજૂમો કે અનુવાદ પણ ન જ ગણાય; રૂપાંતર પણ નહિ. મારી નમ્ર સમજ પ્રમાણે આ એક પ્રકારનો મુક્ત ભાવાનુવાદ છે. આમાં જે લખાયું છે, તે મહદંશે મૂળ કૃતિની ગાથાઓનું પ્રતિબિંબ જ ગણી શકાય તેવું છે. દસેક ટકા અંશ ઉમેર્યો હશે, તો તે પણ મૂળ કૃતિમાં પ્રતિવાદિત વિષયને સ્પષ્ટ તેમજ રસાળ બનાવવા માટે જ, અને તેથી, તેને વફાદાર -પરંતુ બાધક કે ચાતરી જાય તેવું નહિ જ- ઉમેરણ થયું છે. સુજ્ઞ વાચકને મૂળ રચના સાથે એ સરખાવી જોવા અનુરોધ છે. આ લખતી વખતે મૂળ ગ્રંથને સતત સામે ને સામે જ રાખ્યો છે. તેના પ્રતિપાદનને તથા ઘટનાક્રમને તર્કસંગત અથવા સુવ્યવસ્થિત બનાવવા સિવાયનું લેશ પણ ડહાપણ કર્યું નથી. અવાંતર કથાનકો, લાંબાં વર્ણનો વગેરે અંશો, કથારસમાં વિક્ષેપ ન થાય તે હેતુથી, ગાળી નાખ્યા છે. પરંતુ તે કથાઓ તથા વર્ણનો અત્યંત રસપ્રદ અને મજાનાં છે, તેમાં સંદેહ નથી. તે માણવા માટે તો, જો કે, પ્રાકૃત ભાષા સુધી પહોંચવું પડે. આ વર્ણનોમાં સાહિત્ય છે, ઈતિહાસ છે. આપણી સંશોધનવૃત્તિને ઉત્તેજિત કરે તેવા મધ્યકાલીન સામાજિક તથા સાંસ્કૃતિક પરિવેશના સંકેતો પણ છે. વજકુંડલ અને શ્રીવર્મનાં બે પ્રકરણોમાં તો કોઈ ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 321