Book Title: Sambodhi 1994 Vol 19
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ Vol. XIX, 93-94. ‘ત્રિવેન્દ્રમ રૂપકો'માં.... યૌગિકાર્યનો) પણ બોધ થાય છે. પાત્રોને માટે વપરાયેલાં નામો વ્યક્તિવિશેષના વાચક હોવા ઉપરાંત, અમુક નામો એવાં હોય છે કે જેમનો પોતાનો શબ્દાર્થ - યોગિકાર્ય - પણ તે વ્યકત કરતાં હોય છે. જેથી તેવાં નામો નાટકના સંવાદોમાં વિશેષ કરીને ધ્યાનપાત્ર બનતાં હોય છે. જેમકે, 'અભિષેક' નાટકના ત્રીજા અંકમાં હનુમાનજી લંકામાં પ્રવેશ્યાની કથા આવેલી છે. ત્યાં એક રક્ષક શંકુકર્ણ વિજયા નામની પ્રતિહારી જોડે લંકેશ્વરને કહેવડાવે છે કે – यस्यां न प्रियमण्डनापि महिषी देवस्य मन्दोदरी स्नेहाल्लुम्पति पल्लवान्न च पुनवीर्जन्ति यस्यां भयात् । वीजन्तो मलयानिला अपि करैरस्पृष्टबालद्रुमाः सेयं शक्ररिपोरशोकवनिका भग्नेति विज्ञाप्यताम् ।। (३.१) | ‘અ-શોકવાટિકા' (જેમાં કયારેય કોઈ રીતે શોક (પાનખર) પ્રવેશતો નથી, તે એક વાનરે ઉજજડ કરી છે - ત્યારે તે વાટિકાના નામાર્થની સાથે વિરોધી એવું મા વિશેષણ મૂકાતાં એક ચમત્કૃતિ સર્જાય છે ! એવી જ રીતે પંચરાત્ર'(ના બીજા અંક)માં વિરાટની ગાયોને કૌરવો ઉપાડી જાય છે - એ સમાચાર આપવા આવેલો ભટ જયસેન નય, નયત મહારની: કહેતો પ્રવેશ કરે છે કે – અન્ને મહારનશન્નેના વધૂતં મે ક્ષત્રિયત્નમ્ | Sળેતાં રવિસ્તર: I” “મહારાજ' શબ્દ વાપરવાથી અટકો મારું ક્ષત્રિયત્ન અપમાનિત થયું છે. માટે સીધો રણવિસ્તાર જ કહો.' આમ વિરાટને પોતાને માટે વપરાયેલું મહાજન પદ અયથાર્થ લાગે છે. કેમ કે પોતે જે સાચે મહી-રન હોય તો એમની ગાયોનું ગ્રહણ થાય જ કેવી રીતે? આથી તે જયસેનને ‘મહારાજ’ પદ ન વાપરવા કહે છે. ‘પ્રતિજ્ઞાયૌગન્દરાયણ'માં પ્રદ્યોત મહાસેન ઘણા બધા રાજાઓને જીતી લે છે. પણ વત્સદેશનો રાજા ઉદયન હજી તેનાથી પકડાયો નથી એટલે ઉદ્વિગ્ન છે. પછી જ્યારે તે સાંભળે છે કે યૌગન્દરાયણ જીવતો હોવા છતાંય ઉદયન જીવતો આવી રહ્યો છે ત્યારે તે બોલી ઉઠે છે કે – વં પ્રH: I હ7 મો: | ના વિમુન્ન8િ વિશ્વાસ્થત અક્ષૌહિણી ... સમFT: I અદ્યાશ્મિ મહાસેના 19 “શું ખરેખર (શાલંકાયન ઉદયનને લઈને) આવી પહોંચ્યો છે? હાશ... હવે આજથી બખ્તરો દૂર કરીને અક્ષૌહિણી સેના સુખેથી ભલે આરામ કરે.... ટૂંકમાં જ કહું તો - આજે હું ‘મહા-સેન' સાચે જ બન્યો છું.” અહીં જો ઉદયન પકડાય તો જ પોતે પ્રદ્યોત “મોટી છે તેના જેની" - એવો ‘મહાસેન' કહેવડાવાને લાયક છે એમ પ્રકટ કરે છે. [૩] ‘ઊરુબંગ'ની સ્થાપનામાં સૂત્રધાર કહે છે કે યુદ્ધ વૃક્ષોવરરાયોધનો: પ્રવૃત્તેિ, વો નરેન્દ્રનિધનૈJé પ્રવિણT: IIQા વૃકોદર અને સુયોધનની વચ્ચે (ગદા) યુદ્ધ શરૂ થતાં, રાજાઓના એક માત્ર મૃત્યુગૃહ (સમા રણ)માં યોદ્ધાઓ પ્રવેશ્યા છે."1અહીં કવિએ આ રૂપકના કેન્દ્રવર્તી બે નાયક - પ્રતિનાયકોને ‘સુયોધન'

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182